ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli Murder : લાઠીમાં પતિ રમ્યો લોહીની હોળી, ચારિત્ર પર શંકા રાખી પત્નીની કરી હત્યા

પતિએ જ ગળુ કાપીને કરી પત્નીની હત્યા લાઠીના કેરિયા રોડ પર ખોડિયાર નગરની ઘટના પત્નીના ચરિત્ર પર શંકાના કારણે કરી હત્યા પોલીસે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ Amreli Murder : ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં...
09:25 PM Mar 14, 2025 IST | Hiren Dave
પતિએ જ ગળુ કાપીને કરી પત્નીની હત્યા લાઠીના કેરિયા રોડ પર ખોડિયાર નગરની ઘટના પત્નીના ચરિત્ર પર શંકાના કારણે કરી હત્યા પોલીસે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ Amreli Murder : ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં...
HusbandKillsWife

Amreli Murder : ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે રાજ્યમાં અકસ્માત મારામારી (DomesticViolence) સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં અમરેલીના લાઠીમાં 26 વર્ષીય પત્નીને તેના પતિએ મોત(Amreli Murder)ની ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. પત્નીના અન્ય પુરુષ સાથે સબંધ હોવાની શંકાને લઈને પતિએ પત્નીને ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે લાઠી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.

પતિએ ચારિત્ય શંકામાં પત્ની કરી હત્યા

મળતી માહિતી મુજબ,અમરેલીના લાઠી શહેરમાં કેરિયા રોડ પરના ખોડિયાર નગર ખાતે રેહાના નામની યુવતીને તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી હતી. પત્નીના ચારિત્ય પર શંકામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે કૃરતાથી પત્નીની હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં અમરેલીના DYSP અને લાઠી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. ઘટનાને લઈને પોલીસે આરોપી ગુલાબ કરીમ શમા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.

આ પણ  વાંચો -Ahmedabad: ચાંદખેડામાં ધૂળેટીના દિવસે લિફ્ટમાં ફસાઈ 10 મહિલાઓ, ફાઈર વિભાગે કર્યું રેસ્કયૂ

અમરેલી પોલીસે પતિ  ગુન્હો  નોંધાયો

અમરેલીના લાઠીમાં ધૂળેટી પર્વે હત્યાની ઘટના ઘટતા સ્થાનિકોમાં હાયકારો નીકળી ગયો છે. લાઠી કેરિયા રોડ ઉપર આવેલા ખોડિયાર નગરમાં 26 વર્ષીય પરણિત યુવતીની હત્યા ખૂદ તેના પતિએ જ કરી છે. પતિએ જ ગળું કાપી કરી પત્નીની કરપીણ હત્યા કરી છે. 26 વર્ષીય રેહાના નામની યુવતીની તેના જ પતિએ કરી બેરહેમીથી હત્યા. ગળા તથા પેટના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દેતા ઘટનાસ્થળે પરણિત મહિલાનું મોત થયું હતું. પત્નીના ચારિત્ય બાબતની શંકામાં પતિએ કરી નિર્મમ હત્યા. અમરેલીના DYSP ચિરાગ દેસાઈ અને લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોચીને મૃતક મહિલાના પતિ ગુલાબ કરીમ શમા સામે ગુન્હો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

Tags :
AmreliMurderCharacterSuspicionDomesticViolenceGujaratFirstHusbandKillsWifeMurderInvestigation
Next Article