Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : 48 કલાકના પરેશ ધાનાણીના ઉપવાસ પૂર્ણ, કહ્યું - દીકરીને ન્યાય ન મળ્યો..!

આ સાથે તેમણે કહ્યું કે, આગામી સોમવારે સુરતમાં ધરણાં પ્રદર્શન કરાશે.
amreli   48 કલાકના પરેશ ધાનાણીના ઉપવાસ પૂર્ણ  કહ્યું   દીકરીને ન્યાય ન મળ્યો
Advertisement
  1. Amreli ની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાનો મામલો
  2. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનાં 48 કલાકનાં ઉપવાસ પૂર્ણ
  3. પરેશ ધાનાણીએ ખુશ્બુ અધ્યારૂનાં હસ્તે કર્યાં પારણા
  4. ઉપવાસ પૂર્ણ થયા પરંતુ દીકરીને ન્યાય ન મળ્યાનો અફસોસ : પરેશ ધાનાણી

અમરેલી (Amreli) લેટરકાંડમાં પીડિત પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી (Paresh Dhanani) ઉપવાસ પર બેઠાં હતા. જો કે, હવે તેમણે 48 કલાકનાં ઉપવાસ પૂર્ણ કર્યા છે. પરેશ ધાનાણીએ ખુશ્બુ અધ્યારૂનાં (Khushbu Adhyaru) હસ્તે પારણા કર્યા છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, ઉપવાસ પૂર્ણ થયા પરંતુ દીકરીને ન્યાય ન મળ્યાનો અફસોસ છે. આ સાથે તેમણે કહ્યું કે, આગામી સોમવારે સુરતમાં ધરણાં પ્રદર્શન કરાશે.

આ પણ વાંચો - Bet Dwarka : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, DYSP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે, ગૃહ રાજ્યમંત્રીએ કહી આ વાત

Advertisement

Advertisement

આગામી સોમવારે સુરતમાં ધરણાં પ્રદર્શન કરાશે : પરેશ ધાનાણી

અમરેલી લેટરકાંડમાં પીડિત પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર ઉતરેલા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ (Paresh Dhanani) 48 કલાક બાદ ઉપવાસ પૂર્ણ કર્યા છે. ખુશ્બુ અધ્યારૂનાં હસ્તે પારણા કરી તેમને ઉપવાસ પૂર્ણ કર્યા છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, અમરેલીનાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું તે માટે આભાર. ઉપવાસ પૂર્ણ થયા પરંતુ દીકરીને ન્યાય ન મળ્યો તેનો અફસોસ છે. તેમણે આગળ કહ્યું કે, પીડિત દીકરી પાયલને ન્યાય આપવા અને જવાબદારો સામે પગલાં લેવાય તે માટે CM ને અપીલ કરીશું. આ સાથે જ આગામી સોમવારે સુરતમાં (Surat) ધરણા પ્રદર્શન કરાશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો - ગોપાલ નમકીન ખાતા પહેલા ચેતજો! પહેલા પાપડમાંથી જીવાત નીકળી અને હવે ઉંદર

'આજની લડાઈ રક્ષક સામે નથી પણ રાજકીય ઇશારે ચાલતા મુઠીભર રક્ષકો સામે છે'

પરેશ ધાનાણીએ કહ્યું કે, આજની લડાઈ રક્ષક સામે નથી પણ રાજકીય ઇશારે ચાલતા મુઠીભર રક્ષકો સામે છે. પોલીસ ન્યાય નહિં આપે તો કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય નારી સ્વાભિમાન આંદોલન (Nari Swabhiman Andolan) સમિતિ કરશે. તેમણે કહ્યું કે, ન્યાયની લડાઈમાં સમગ્ર ગુજરાતને અપીલ કરું છું કે સૌ સાથ આપે. આ સાથે પરેશ ધાનાણીએ નાગરિકોનો અને મીડિયાનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો - GPSC નાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, ચેરમેન Hasmukh Patel એ સો. મીડિયા પર આપી માહિતી

Tags :
Advertisement

.

×