Amreli : પરેશ ધાનાણીનો કૌશિક વેકરીયાને ખુલ્લો પડકાર! કહ્યું- આવતીકાલે રાજકમલ ચોક ખાતે..
- Amreli માં પાટીદાર યુવતી સાથે અન્યાયને લઈ પરેશ ધાનાણી મેદાને
- પોલીસે કાયદાની વિરુદ્ધ જઈ કાર્ય કર્યું : પરેશ ધાનાણી
- વેકરીયા વિરુદ્ધનો પત્ર અને સહી અસલી છે : પરેશ ધાનાણી
- સામસામે બેસી પત્રનો ખુલાસો કરવાનો પડકાર
અમરેલી લેટરકાંડમાં (Amreli) પાટીદાર સમાજની દીકરી પર પોલીસની કાર્યવાહીને લઈ સર્જાયેલા વિવાદમાં હવે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની (Paresh Dhanani) પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ ધાનાણીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે કાયદાની વિરુદ્ધ જઈ કાર્ય કર્યું હતું. પોલીસે રાજકીય નેતાઓનાં ઇશારે કોઈ પણ નોટિસ વગર દીકરીની અડધી રાતે ધરપકડ કરી કસ્ટડીમાં લીધી હતી. આ સાથે પરેશ ધાનાણીએ ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને કૌશિક વેકરીયાને પડકાર ફેંક્યો છે.
આ પણ વાંચો - HMPV ને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં! સિવિલ હોસ્પિટલમાં શરૂ કરી તૈયારી
Amreli Letter Kand : અમરેલી પત્રકાંડમાં પાટીદાર યુવતી સાથે અન્યાયને લઈ Paresh Dhanani મેદાનમાં ઉતર્યા | GujaratFirst@paresh_dhanani @SP_Amreli #PatidarGirl #pareshdhanani #LetterKand #Police #PayalGoti #Crime #BigBreaking #GujaratFirst pic.twitter.com/kc5siUKrBB
— Gujarat First (@GujaratFirst) January 7, 2025
પોલીસે કાયદાની વિરુદ્ધ જઈ કાર્ય કર્યું : પરેશ ધાનાણી
અમરેલી લેટલકાંડમાં (Amreli) પાટીદાર સમાજની (Patidar Samaj) દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવા સહિતની પોલીસ કાર્યવાહી સામે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે હવે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) આ મામલે નિવેદન આપીને પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે સાથે ગંભીર આક્ષેપ પણ કર્યા છે. તેમણે કહ્યું કે, પોલીસે રાજકીય નેતાઓનાં ઇશારે કોઈ પણ નોટિસ વગર દીકરીની ધરપકડ કરી કસ્ટડીમાં લીધી હતી. આ સાથે પરેશ ધાનાણીએ જવાબદાર પોલીસકર્મીઓને હોદ્દા પરથી દૂર કરવાની માગ કરી છે અને જો દૂર ન કરાયા તો રાજકમલ ચોક (Rajkamal Chowk) ખાતે ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Mahakumbh 2025 : કુંભમેળામાં જવાનું વિચારી રહ્યો છો ? આવ્યા આ સારા સમાચાર, વાંચો વિગત
પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર આપ્યો
પરેશ ધાનાણીએ (Paresh Dhanani) પ્રેસ કોન્ફરન્સ યોજીને વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર આપ્યો છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરીયાને આવતીકાલે રાજકમલ ચોક ખાતે આવવા પડકાર આપ્યો છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરીયા (Kaushik Vekaria) વિરુદ્ધનો પત્ર અને સહી અસલી છે તેમ જણાવ્યું હતું અને સામસામે બેસી પત્રનો ખુલાસો કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, કાલે 6 વાગ્યે આવીને સામસામા બેસીને ખુલાસો કરો કે પત્રની સચાઈ શું છે ? ચપટી વગાડી દીકરીને પટ્ટા ખવડાવ્યા હવે 24 કલાકનો સમય કૃષ્ણ બનીને ચિર પૂરાવશો કે નહિ! જો કે, હવે આવતીકાલે કૌશિક વેકરીયા પૂર્વ નેતા વિપક્ષનાં પડકારને ઝીલી સામે આવશે કે કેમ તેને લઈને રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો - Vadodara : BJP મહિલા કાર્યકરે Video પોસ્ટ કરી જિલ્લા ભાજપ પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો!