Amreli : બાળસિંહનાં મોત મામલે પરિમલ નથવાણીનું મોટું નિવેદન, કહ્યું- બાળસિંહ આપણી મૂડી છે..!
- જાફરાબાદ રેન્જમાં બાળસિંહનાં મોત મુદ્દે પરિમલ નથવાણીનું નિવેદન (Amreli)
- બાળસિંહોનાં મોત એ આઘાતજનક બાબત છે : પરિમલ નથવાણી
- દર વર્ષે ચોમાસામાં બાળસિંહમાં સમસ્યાઓ આવે જ છે : પરિમલ નથવાણી
- સાંસદ પરિમલ નથવાણીએ સિંહ જોડી જય-વીરુનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું
Amreli : અમરેલી જિલ્લાના જાફરાબાદ રેન્જમાં (Jafrabad Range) બાળ સિંહનાં મોત મામલે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિનાં સભ્ય પરિમલ નથવાણીની (Parimal Nathwani) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બાળસિંહોનાં મોતને આઘાતજનક બાબત ગણાવી છે. તેમણે કહ્યું કે, એનિમલ રેસ્ક્યૂ સેન્ટર બન્યા પણ ખુલ્યા નહીં તો ધ્યાન આપવું જોઈએ. બીજા બાળ સિંહોને સુરક્ષિત કરી રિસર્ચ કરવાની જરૂર છે. ગીર બાજું આ બીમારી આવી નથી, તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, બાળસિંહ આપણી મૂડી છે. આ સમસ્યા ખૂબ જ ગંભીર છે.
આ પણ વાંચો- Sarkhej Roza : સરખેજ રોઝા કળશ ચોરીનો ભેદ ઉકેલનારી ટીમ અને મદદગારનું પોલીસ કમિશનરે સન્માન કર્યું
બીજા બાળ સિંહોને સુરક્ષિત કરી રિસર્ચ કરવાની જરૂર : પરિમલ નથવાણી
અમરેલીનાં (Amreli) જાફરાબાદ રેન્જમાં બાળસિંહોનાં મોતથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે દુ:ખ છે. બાળસિંહોની સુરક્ષાને લઈ કેટલાક તેમણે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે આ મામલે હવે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સલાહકાર સમિતિનાં (Gir Sanctuary and National Park Advisory Committee) સભ્ય પરિમલ નથવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, બાળસિંહોનાં મોત એ આઘાતજનક બાબત છે. બાલસિંહ આપણી મૂડી છે. દર વર્ષે ચોમાસામાં બાળ સિંહમાં સમસ્યાઓ આવે જ છે. સિંહણ બચ્ચાઓને એક માસ સાચવીને રાખે છે, બાદમાં બહાર કાઢે છે. સિંહમાં વાઇરસનાં કારણે કેટલાક બાળસિંહ આઇસોલેટ રાખવામાં આવ્યા છે. પરિમલ નથવાણીએ આગળ કહ્યું કે, રેવન્યુ વિસ્તારમાં ફોક્સ કરવાની જરૂર છે. એનિમલ રેસ્ક્યૂ સેન્ટર બન્યા પણ ખુલ્યા નહીં તો ધ્યાન આપવું જોઈએ. બીજા બાળ સિંહોને સુરક્ષિત કરી રિસર્ચ કરવાની જરૂર. તેમણે જણાવ્યું કે, 12 બચ્ચા હતા, જેમાં 6 પાતળા છે, જેમને સુરક્ષિત રાખવા જોઈએ. ગીર (GIR) બાજું આ બીમારી આવી નથી, તેનું ધ્યાન રાખવાની જરૂર છે.
આ પણ વાંચો- Ahmedabad : અમદાવાદમાં પોલીસની આબરુ પર 'બેનર'નો બટ્ટો! કોણે પોલીસેને પડકારી ?
'જય-વીરુની જોડી વિના ગીરની કલ્પના નથી થતી'
સાંસદ પરિમલ નથવાણીએ (Parimal Nathwani) ગીરની દંતકથા સમાન સિંહજોડી જય-વીરુનાં અવસાન અંગે પણ દુ:ખ વ્યક્ત કરું છે. તેમણે કહ્યું કે, જય-વીરુની જોડી (Jay-Viru) વિના ગીરની કલ્પના નથી થતી. 12 વર્ષની આસપાસ જ તેમની ઉંમર થઈ હતી. જંગલમાં પણ જય-વીરુની જોડીની ધાક હતી. નેશનલ પાર્કની બહારનાં સિંહ આવે નહીં, જય-વીરુ હંમેશા શિકાર તેમ જ પ્રવાસમાં પણ સાથે રહેતા હતા. ગીરમાં તે આવીને રહે પણ શિકાર માટે મેંદરડા-વિસાવદર જતા હતા. બીમાર જય પાંજરામાં પણ તેની ઓળખ બતાવતો હતો.
આ પણ વાંચો- Ahmedabad : સમસ્યા નહીં ઉકેલાય તો જનતા માટે આંદોલન પણ કરીશ : હાર્દિક પટેલ