ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમરેલી: ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મનો મામલો...

Amreli: હાલ ઘણા સમયથી દુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હવે વધુ એક દુષ્કર્મનો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે. અમરેલી(Amreli) ના મોટા આસરાણા ગામ નજીક આવેલ એક ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યા હોવાનો મામલો જાણવા મળ્યો...
12:59 PM Feb 24, 2024 IST | Maitri makwana
Amreli: હાલ ઘણા સમયથી દુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હવે વધુ એક દુષ્કર્મનો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે. અમરેલી(Amreli) ના મોટા આસરાણા ગામ નજીક આવેલ એક ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યા હોવાનો મામલો જાણવા મળ્યો...

Amreli: હાલ ઘણા સમયથી દુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હવે વધુ એક દુષ્કર્મનો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે. અમરેલી(Amreli) ના મોટા આસરાણા ગામ નજીક આવેલ એક ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યા હોવાનો મામલો જાણવા મળ્યો છે.

રાજુલામાં ખાનગી શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું

મળતી માહિતી અનુસાર અમરેલી(Amreli) ના રાજુલામાં ખાનગી શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળી આવ્યું છે. ત્યારે સગીરા વિદ્યાર્થિની પર શિક્ષકે ગુજાર્યું 2 વાર દુષ્કર્મ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. દુષ્કર્મ આચર્યા બાદ શિક્ષક સામે ડુગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ ડુગર પોલીસ દ્વારા શિક્ષક સામે કવાયત હાથ ધરવામાં આવી હતી.

ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો

ડુગર પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષક મોહીત જીંજાળાને ઝડપી પાડયો હતો. શિક્ષકના સ્વાંગમાં શૈતાન બનેલા આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ત્યારે થોડા દિવસો પહેલા જ સુરતમાં માત્ર 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. હવે એ જોવાનું રહ્યું કે આમ કયા સુધી દુષ્કર્મના કિસ્સાઓ બનતા રહે છે? આવા કિસ્સાઓ ઓછા થાય અથવા બંધ થાય તેના માટે શું પગલાં લેવામાં આવે છે?

આ પણ વાંચો - વેરાવળ બંદરેથી કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AmreliGujaratGujarat Firstmaitri makwanamolestPrivate school teacherTeacher
Next Article