ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : એવું તો શું થયું ? કે SP સંજય ખરાતે એક ઝાટકે 14 પોલીસકર્મીઓને કરી દીધા સસ્પેન્ડ

એક સાથે 14 પોલીસકર્મી સસ્પેન્ડ થતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
07:55 PM Apr 17, 2025 IST | Vipul Sen
એક સાથે 14 પોલીસકર્મી સસ્પેન્ડ થતાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Amreli_Gujarat_first 2
  1. Amreli એસ.પી. સંજય ખરાતની બેદરકાર પો. કર્મીઓ સામે મોટી કાર્યવાહી
  2. એક સાથે 14 પોલીસ કર્મીઓને એસ.પી. સંજય ખરાતે સસ્પેન્ડ કર્યા
  3. ફરજમાં બેદરકારી દાખવનારા 14 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા
  4. સસ્પેન્ડેડ કર્મચારીઓમાં 12 પુરુષ પોલીસ અને 2 મહિલા સામેલ છે.

અમરેલી પોલીસ તંત્રમાંથી (Amreli) મોટા સમાચાર આવ્યા છે. એસ.પી. સંજય ખરાતે (SP Sanjay Kharat) ફરજમાં બેદરકારી દાખવનારા 14 જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. આ પોલીસ કર્મચારીઓમાં જેલ ગાર્ડ, ટ્રેઝરી ગાર્ડ, EVM ગાર્ડ, વેરહાઉસ ગાર્ડ, ઇમરજન્સી સિવિલ ગાર્ડ, કોર્ટ પરિસર ગાર્ડ સામેલ છે. સસ્પેન્ડ કરાયેલ પોલીસકર્મીઓમાં 12 પુરુષ અને 2 મહિલા છે. એક સાથે 14 પોલીસકર્મી સસ્પેન્ડ થતાં (14 Police Personnel Suspended) સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - Aravalli : પશ્ચિમ બંગાળમાં ફરજ સમયે લાલપુરનાં BSF જવાનનું હાર્ટ એટેકથી મોત

ફરજમાં બેદરકારી દાખવનારા 14 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા

અમરેલીમાં (Amreli) એસ.પી. સંજય ખરાતે બેજવાબદાર પોલીસકર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. ફરજમાં બેદરકારી દાખવનારા એવા 14 પોલીસકર્મીઓને એક સાથે સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ 14 પોલીસકર્મીઓ દ્વારા વગર રાજાએ ગાર્ડ ડ્યુટી નિભાવવામાં આવી ન હોવાથી તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Surendranagar : રોડ વચ્ચે બાઇક ઊભી રાખી લુખ્ખા તત્વે કાર સવાર પરિવાર પર કર્યો જીવલેણ હુમલો!

12 પુરુષ પોલીસ અને 2 મહિલા પોલીસને સસ્પેન્ડ કરાયા

માહિતી મુજબ, આ સસ્પેન્ડ પોલીસકર્મીઓમાં જેલ ગાર્ડ, ટ્રેઝરી ગાર્ડ (Jail Guards), EVM ગાર્ડ, વેરહાઉસ ગાર્ડ, ઇમરજન્સી સિવિલ ગાર્ડ (Emergency Civil Guards), કોર્ટ પરિસર ગાર્ડ સામેલ છે. માહિતી અનુસાર, સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં 12 પુરૂષ અને 2 મહિલા સામેલ છે. એક સાથે 14 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો - રાજ્યભરમાં ફેલાયેલું ગન લાયસન્સ કૌભાંડ કોની-કોની લડાઈના કારણે Gujarat Police પાસે ખુલ્લું પડ્યું ?

Tags :
14 Police Personnel SuspendedAmreliAmreli Policecourt premises guardsemergency civil guardsEVM guardsGUJARAT FIRST NEWSGujarat Policejail guardsSP Sanjay KharatTop Gujarati Newstreasury guardswarehouse guards
Next Article