ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli: મોટા ગોખરવાળા ગામે યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

Amreli: અગમ્ય કારણોસર યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે 25 વર્ષીય યુવતીએ ગળાફાસો ખાઈને પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે.
11:53 PM Nov 09, 2024 IST | VIMAL PRAJAPATI
Amreli: અગમ્ય કારણોસર યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે 25 વર્ષીય યુવતીએ ગળાફાસો ખાઈને પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે.
Amreli
  1. 25 વર્ષીય યુવતીએ ગળાફાસો ખાઇ જીવન ટુંકાવ્યુ
  2. યુવતીના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો
  3. આત્મહત્યાની ઘટના અંગે પોલીસે શરૂ કરી તપાસ

Amreli: અમરેલીમાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. અમરેલી (Amreli)ના મોટા ગોખરવાળા ગામે યુવતીએ જીવન ટુંકાવ્યુ હોવાનું સામે આવ્યું છે. જો કે, યુવતીએ આત્મહત્યા શા માટે કરી તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. અગમ્ય કારણોસર યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે 25 વર્ષીય યુવતીએ ગળાફાસો ખાઈને પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું સામે આવ્યું છે.

 આ પણ વાંચો: Gujarat: એકલા દીવ ફરવા જવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ સમાચાર વાંચી લો નહીં તો...

પોલીસે આત્મહત્યાની ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે યુવતીના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ (Amreli Civil Hospital ) ખાતે ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અત્યારે પોલીસે આત્મહત્યાની ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી દીધી છે. આ મામલે યોગ્ય પોલીસ થયા બાદ જાણવા મળશે કે આખરે શા માટે યુવતીએ આત્મહત્યા કરી લીધી! પરંતુ અત્યારે તો આ સમગ્ર ઘટનાને લઈને યુવતીના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે.

 આ પણ વાંચો: Ahmedabad: ‘ફેમિલીને બેકસૂર સાબિત કરવા...’ 21 વર્ષીય યુવકે પોતાની જીવનલીલા સંકેલી

અમદાવાદમાં પણ 21 વર્ષીય યુવકે કરી આત્મહત્યા

આજે અમદાવાદમાં પણ એક યુવતીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં એકબાજુ દારૂબંધી હોવાનું કહેવાય છે પરંતુ બીજી બાજુ બુટલેગરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ફરી એકવાર બુટલેગરના ત્રાસથી એક યુવાને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી રાણીપમાં 21 વર્ષીય યુવકે આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે. રાણીપ જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે આવી જઈ આપઘાત કર્યો હોવાની વિગતો મળી છે.

 આ પણ વાંચો: Valsad: માનવતાએ હદ વટાવી! કેરટેકર મહિલાએ માસૂમ બાળકીને માર માર્યો

Tags :
AmreliAmreli Latest NewsAmreli NewsAmreli PoliceGujaratGujarati NewsLatest Gujarati News
Next Article