Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્યમાં ચાંદીપુરાનો કહેર, રાજકોટમાં એક 11 વર્ષીય બાળકીનું નીપજ્યું મોત

Gujarat: રાજ્યમાં અત્યારે ચાંદીપુરા નામના વાઇરસે ભારે કહેર મચાવ્યો છે. જેના કારણે અનેક બાળકો બિમાર પડી રહ્યા છે. આ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તો બાળકોને મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં પણ અત્યારે ચાંદીપુરા વાઇરસે...
gujarat  રાજ્યમાં ચાંદીપુરાનો કહેર  રાજકોટમાં એક 11 વર્ષીય બાળકીનું નીપજ્યું મોત
Advertisement

Gujarat: રાજ્યમાં અત્યારે ચાંદીપુરા નામના વાઇરસે ભારે કહેર મચાવ્યો છે. જેના કારણે અનેક બાળકો બિમાર પડી રહ્યા છે. આ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તો બાળકોને મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં પણ અત્યારે ચાંદીપુરા વાઇરસે પગપેસારો કર્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

પૂર્વે મોટા મૌવા વિસ્તારમાં રહેતી બાળકીનું મોત થયું

ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસનાં લક્ષણ જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, રિપોર્ટ આવે તે પૂર્વે મોટા મૌવા વિસ્તારમાં રહેતી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે આ પરિવાર એક મહિના પૂર્વે દાહોદથી રાજકોટ આવ્યો હતો. નોંધનીય છે કે, હાલ હોસ્પિટલમાં 5 દર્દી દાખલ, 2 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. જાણકારી પ્રમાણે જેતપુરમાં 11 વર્ષનો બાળકને ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે.

Advertisement

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 6 દર્દી સારવાર હેઠળ

આ સાથે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 6 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 2 પોઝિટિવ કેસ અને 4 શંકાસ્પદ કેસ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે સૌથી વધારે કેસો સાબરકાંઠામાં આવ્યા છે. ગુજરાત (Gujarat)ની વાત કરવામાં આવે તો, 100 થી પણ વધારે કેસો નોંધાઈ ગયા છે. જેમાંથી 10 થી વધારે કેસો તો માત્ર સાબરકાંઠામાંથી નોંધાયા છે. અત્યારે આરોગ્ય તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાઇરસ સામે લડવા માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: ક્યાં કેટલો વરસ્યો વરસાદ? ક્યાંક ધોરમાર તો ક્યાંક મેઘાએ કર્યા છે રિસામણા!

આ પણ વાંચો: Bharuchથી દહેજ શ્રમિકોને લઇને જતી બસને નડ્યો અકસ્માત, કર્મચારીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા

આ પણ વાંચો: Paris Olympic 2024 : ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમ વખત, સ્ટેડિયમમાં નહીં યોજાય ઉદ્ઘાટન સમારોહ

Tags :
Advertisement

.

×