ANAND : બોરીયાવી નગર પાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું
ANAND : આણંદના બોરીયાવી નગર પાલિકાના કારોબારી ચેરમેનની પત્ની રિદ્ધિ સુથારે આજે અગમ્ય કારણોસર લાંભવેલ પાસેની કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ રિદ્ધિ સુથારની શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો છે. જેના પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનો ખુલાસો થયો છે. નવનિયુક્ત ચેરમેન રૂષિન પટેલની પત્નીના આપઘાતથી પંથકમાં ભારે ચર્ચા જાગી છે. સમગ્ર મામલે વડતાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (BORIAVI NAGAR PALIKA CHAIRMAN WIFE RIDDHI SUTHAR JUMPED INTO CANAL - ANAND)
લગ્નજીવન દરમિયાન દંપતિને દોઢ વર્ષનું સંતાન
તાજેતરમાં બોરીયાવી પાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી રૂષિલ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. રૂષિલ પટેલે આણંદની રિદ્ધી સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન દંપતિને દોઢ વર્ષનું સંતાન છે. તાજેતરમાં રિદ્ધિ સુથારે લાંભવેલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની પ્રાથમિક માહિતી સપાટી પર આવી છે. આ ઘટના અંગે જાણ થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ કણજરી પાસેથી રિદ્ધિનો મૃતદેહ રેસ્ક્યૂ કરીને પોસ્ટ મોર્ટમ અર્થે નડિયાદ ખસેડવામાં આવ્યો હતો. રિદ્ધિ સુથાર જાણીતી મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર હતી.
પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ
રિદ્ધિ સુથારના અંતિમ પગલાંને કારણે પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. અને લોકો વચ્ચે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે. કણજરી પોલીસે સમગ્ર મામલે ઉંડી તપાસ હાથ ધરી છે, જ્યારે વડતાલ પોલીસે આત્મ હત્યા કરવા પાછળનું કારણ જાણવા માટેના પ્રયાસો તેજ કરી દીધા છે.
આ પણ વાંચો --- VADODARA : વડોદરા પાલિકાના શાસકોને મુખ્યમંત્રીનું તેડું