ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Anand : પોલીસ પર રોકડ અને 100 તોલા સોનું સગેવગે કર્યાંનો ગંભીર આરોપ

Anand : આણંદ જિલ્લા પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આણંદ (Anand) જિલ્લા પોલીસ પર પંચો દ્વારા રૂબરૂ કરેલી કાર્યવાહીમાં જપ્ત કરેલા 1 કરોડની રોકડ રકમ અને 100 તોલા સોનું સગેવગે કર્યાં હોવાના...
11:22 AM Jan 02, 2024 IST | Maitri makwana
Anand : આણંદ જિલ્લા પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આણંદ (Anand) જિલ્લા પોલીસ પર પંચો દ્વારા રૂબરૂ કરેલી કાર્યવાહીમાં જપ્ત કરેલા 1 કરોડની રોકડ રકમ અને 100 તોલા સોનું સગેવગે કર્યાં હોવાના...

Anand : આણંદ જિલ્લા પોલીસ પર ગંભીર આરોપ લાગ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, આણંદ (Anand) જિલ્લા પોલીસ પર પંચો દ્વારા રૂબરૂ કરેલી કાર્યવાહીમાં જપ્ત કરેલા 1 કરોડની રોકડ રકમ અને 100 તોલા સોનું સગેવગે કર્યાં હોવાના ગંભીર આરોપ લાગ્યા છે.

ચાર્જસીટમાં ન બતાવ્યું હોવાનો આરોપ

ત્યારે અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં (High Court) આણંદ (Anand) પોલીસ વિરૂદ્ધ રીટ દાખલ કરી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપીને શોધવા માટે આણંદ પોલીસ (Anand) મુંબઈ (Mumbai) ગઈ હતી. ત્યારે રોકડ રકમ સહિત 100 તોલા સોનું ચાર્જસીટમાં ન બતાવ્યું હોવાનો આરોપ આણંદ પોલીસ (Anand) પર લગાવવામાં આવ્યા છે.

કોગ્નિઝેબલ ઓફેન્સમાં સામેલ હોવાનો આક્ષેપ

આણંદ પોલીસ અને LCB પોલીસ અધિકારીઓ કોગ્નિઝેબલ ઓફેન્સમાં સામેલ હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે અને સાથે જ આણંદ પોલીસ અને LCB PI સહિતના અધિકારીઓ પર ગુનો દાખલ કરીને SIT તપાસની માગ કરી છે. અરજદાર અને અનેક મહિલાઓ સાથે છેતરપિંડીના ગુનામાં આણંદ પોલીસે મલાઈ ખાધી હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

પંચનામા અને ખોટા રિપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા 

અરજદારે આરોપ લગાવતા જણાવ્યું કે, કોર્ટમાં (Court) રજૂ કરેલ ચાર્જસીટમાં (Charge Sheet) મુદ્દામાલ જપ્ત કર્યાનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. સાથે જ અરજદારે જણાવ્યું કે, પોલીસ દ્વારા ખોટા પંચનામા અને ખોટા રિપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા છે, જેમાં હાઈકોર્ટે DGP અને આણંદ પોલીસને કારણ દર્શક નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો - Mundra સોપારી કાંડમાં નવો વળાંક, આરોપીની પત્નિએ કોર્ટમાં અરજી આપી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AnandAnand LCBANAND LCB POLICEGujaratGujarat FirstGujarat PoliceLCB Policemaitri makwanapolice
Next Article