Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : લાંભવેલમાં ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સનાં શોરૂમમાં વિકરાળ આગ, ફાયરની 4 ગાડી પહોંચી!

આણંદનાં લાંભવેલ ખાતે ભીષણ આગ લાગવાની ગોઝારી ઘટના બની છે. ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સનાં શોરૂમ 'સંકેત ઇન્ડિયા'ના ગોડાઉનમાં આ ભયંકર આગ લાગી છે. કરમસદ-આણંદ મનપાનાં 4 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. આગમાં ખૂબ જ મોટા પાયે નુકસાની થઈ હોવાની શકયતા સેવાઈ રહી છે. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
anand   લાંભવેલમાં ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સનાં શોરૂમમાં વિકરાળ આગ  ફાયરની 4 ગાડી પહોંચી
Advertisement
  1. Anand નાં લાંભવેલ ખાતે ભીષણ આગનો બનાવ
  2. ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સનાં શોરૂમ સંકેત ઇન્ડિયાનાં ગોડાઉનમાં આગ
  3. કરમસદ-આણંદ મનપાના 4 થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે
  4. આગમાં મોટાપાયે નુકસાની થઈ હોવાની શક્યતા

Anand : આણંદનાં લાંભવેલ (Lambhvel) ખાતે ભીષણ આગ લાગવાની ગોઝારી ઘટના બની છે. ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સનાં શોરૂમ 'સંકેત ઇન્ડિયા'ના (Sanket India Fire) ગોડાઉનમાં આ ભયંકર આગ લાગી છે. બનાવને પગલે કરમસદ-આણંદ મનપાનાં 4 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. આગમાં ખૂબ જ મોટા પાયે નુકસાની થઈ હોવાની શકયતા સેવાઈ રહી છે. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો - Panchmahal : ગોધરાનાં પ્રથમ અજમેરાએ CA પરીક્ષામાં AIR 12 મેળવી માતા-પિતાનું નામ રોશન કર્યુ

Advertisement
Advertisement

Advertisement

Anand માં ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સનાં શોરૂમનાં ગોડાઉનમાં વિકરાળ આગ

આણંદનાં (Anand) લાંભવેલ વિસ્તારમાં આવેલા એશિયાના કથિત સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સ શોરૂમ 'સંકેત ઇન્ડિયા'ના ગોડાઉનમાં (Sanket India Fire) સોમવારે સાંજે ભયંકર આગ ભભૂકી ઊઠી. ઇલેક્ટ્રોનિક્સ સામાન હોવાથી આગે ભયાવહ રૂપ ધારણ કર્યું અને ઝડપથી આખા ગોડાઉનમાં ફેલાઈ ગઈ, જેના કારણે લાખો-કરોડો રૂપિયાનું નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિકરાળ આગને પગલે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા.

આ પણ વાંચો - Gondal : નકલંક ધામ શ્રદ્ધાથી ઝળહળ્યું, પ્રથમ વખત 11 તુલસી વિવાહનું ભવ્ય આયોજન

કરમસદ-આણંદ મનપાનાં 4 થી વધુ ફાયર ફાઇટર બનાવ સ્થળે

ઘટનાની જાણ થતાં કરમસદ-આણંદ (Karamsad-Anand) મનપાનાં 4 થી વધુ ફાયર ફાઇટર બનાવ સ્થળે દોડી આવ્યા છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી તે પાછળનું સાચું કારણ હાલ સામે આવ્યું નથી. પરંતુ, શોર્ટ સર્કિટનાં પ્રાથમિક અનુમાન છે. સદનસીબે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી. હાલ, આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો - Amreli : એક તરફ શાબ્દિક પ્રહાર, બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતે ભાજપના આ MLA ના કર્યા વખાણ

Tags :
Advertisement

.

×