Anand : ગાંધીનાં ગુજરાતમાં 'સિંઘમ' જ દારૂનાં વેપલામાં સામેલ! હેડ કોન્સ્ટેબલનાં ઘરેથી મળ્યો વિદેશી દારૂ
- Anand ના પેટલાદમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી દારૂ મળ્યો
- પેટલાદ ટાઉન પોલીસમાં સુનિલ મકવાણા ફરજ બજાવે છે
- પોલીસ હેડ કોન્સ્ટેબલનાં ઘરેથી 20 પેટી વિદેશી દારૂ જપ્ત કરાયો
આણંદમાંથી (Anand) ગુજરાત પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ગાંધીનાં ગુજરાતમાં એક 'રક્ષક' એ જ દારૂબંધીનાં કાયદાનાં લીરેલીરા ઉડાડ્યા હોય તેવી ઘટના બની છે. પેટલાદમાં (Petlad) એક પોલીસ કોન્સ્ટેબલનાં ઘરમાંથી 1, 2 નહીં પણ વિદેશી દારૂની 20 જેટલી પેટીઓ જપ્ત કરવામાં આવી છે. આ મામલે LCB પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલને સંકજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : ખોખરામાં અકસ્માત, વૃદ્ધ અને 3 વર્ષીય બાળકીનું મોત, બહેરામપુરામાં બે બાલ્કની ધરાશાયી
પોલીસ હેડ કોન્સ્ટેબલનાં ઘરેથી 20 પેટી વિદેશી દારૂ જપ્ત
આણંદ જિલ્લાનાં Anand) પેટલાદ ટાઉન પોલીસમાં સુનિલ મકવાણા હેડ કોન્સ્ટેબલ તરકે ફરજ બજાવે છે. જો કે, આ હેડ કોન્સ્ટેબલે પોલીસની શાખ પર કાળો બટ્ટો લગાવ્યો છે. કારણ કે, દારૂબંધી કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાને બદલે આ હેડ કોન્સ્ટેબલે જ તેનાં લીરેલીરા ઉડાડ્યા છે. માહિતી અનુસાર, દારૂનાં વેપલાની ગંધ આવતા જ LCB એ કાર્યવાહી કરી હતી. બાતમીનાં આધારે કાર્યવાહી કરી LCB ની (Anand LCB) ટીમે હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાનાં ઘરે તપાસ કરી વિદેશી દારૂની 1, 2 નહીં પણ 20 જેટલી પેટીઓ જપ્ત કરી હતી. પોલીસે કુલ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો છે.
રક્ષકો જ ગુજરાતને લાંછન લગાવવાનું કરી રહ્યા છે કામ
Gandhi ના Gujarat માં સિંઘમ જ દારૂના વેપલામાં સામેલ
Anand ના પેટલાદમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી મળ્યો દારૂ @SP__ANAND #Gujarat #Anand #Police #Singham #Liquor #GujaratFIrst pic.twitter.com/BJqPvONAWL— Gujarat First (@GujaratFirst) December 24, 2024
આ પણ વાંચો - Narmada : ડેડીયાપાડાની શાળામાં શિક્ષણ મેળવવાનાં બદલે વૈંતરું કરે છે વિદ્યાર્થીઓ!
ખાખીની આડમાં રાજ્યમાં આવા કેટલા દારૂના વેપલા?
આ કેસમાં LCB પોલીસે હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આ ઘટના બાદ આણંદ પોલીસ (Anand LCB) બેડામાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકોમાં સવાલ છે કે ખાખીની આડમાં રાજ્યમાં આવા કેટલા દારૂના વેપલા છે ? શું ગુજરાત પોલીસ આવી દારૂની હાટડીઓ બંધ કરાવશે ? ગુજરાતમાં દારૂબંધી કાયદાનું પાલન ચુસ્તપણે ક્યારે થશે ?
આ પણ વાંચો - Surat : અદાવત રાખી માર માર્યો તો હત્યારાઓએ માથાભારે શખ્સનું ઢીમ ઢાળી દીધું, બંનેની ધરપકડ