Anand : બાકરોલમાં કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેકની હત્યા
- Anand ના બાકરોલમાં નપાના પૂર્વ કાઉન્સિલરની હત્યા
- કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેકની હત્યા
- મોર્નિંગ વોક દરમિયાન આરોપીએ છરીના ઘા મારી કરી હત્યા
- હત્યા કોણે અને કેમ કરી? તે અંગે પોલીસે શરૂ કરી તપાસ
- પોલીસે હત્યારાને પકડવા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી
Anand : આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે. આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ તળાવના વોક-વે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. સૂત્રોની માનીએ તો, હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે.
આણંદના બાકરોલમાં પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેકની હત્યા
આણંદ શહેર (Anand City) માં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાનીની બાકરોલ વિસ્તારમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. રોજની જેમ સવારે પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે તેઓ ઘરેથી બહાર નીકળ્યા હતા. પરંતુ બાકરોલ તળાવના વોક-વે પર ચાલતા સમયે અજાણ્યા શખ્સોએ તેમની ઉપર અચાનક હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ઘા પહોંચતા ઇકબાલ મલેકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ હુમલાની ગંભીરતા એટલી હતી કે મલેકને બચાવવાનો કોઈ મોકો જ મળ્યો નહીં. હુમલો કર્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તથા ડીવાયએસપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તરત જ તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોને ઝડપવા માટે તજવીજ હાથ ધરાઈ છે. જોકે, આ હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે.
પરિવારમાં શોક (Anand)
આ ઘટનાએ આણંદ શહેર અને ખાસ કરીને બાકરોલ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. સવારે વ્યસ્ત સમયે બનેલી આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓને ડરાવી નાખ્યા છે. સુરક્ષા અંગે લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. પૂર્વ કાઉન્સિલરની હત્યાના સમાચાર મળતાં જ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના અચાનક અવસાનથી પરિવારજનો અને નજીકના સગાં-સંબંધીઓ ગમગીન થઈ ગયા છે. આ ઉપરાંત શહેરના કોંગ્રેસના નેતાઓ પણ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ અને દુઃખ જોવા મળ્યું છે. આણંદ કોંગ્રેસ માટે મલેકની હત્યા મોટો આઘાત સાબિત થઈ છે.
આ પણ વાંચો : Gandhinagar : ગાંધીનગરમાં Metro કામગીરીના કારણે ખ-રોડથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ બંધ, જાણો શું છે વૈકલ્પિક માર્ગ