ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો અપનાવી પર્યાવરણની જાળવણીમાં સહભાગી બની રહ્યા છે આણંદવાસીઓ

અહેવાલઃ યશદીપ ગઢવી, આણંદ  પૃથ્વી ઉપર વધતા જતા પ્રદુષણને પરિણામે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સર્જાઇ રહી છે. છેલ્લા થોડા સમયથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધી રહી છે, જેને પરિણામે લોકો પરિવહન ક્ષેત્રે પણ પરંપરાગત ઈંધણના બદલે સ્વચ્છ ઈંધણ...
12:53 PM Jun 05, 2023 IST | Vishal Dave
અહેવાલઃ યશદીપ ગઢવી, આણંદ  પૃથ્વી ઉપર વધતા જતા પ્રદુષણને પરિણામે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સર્જાઇ રહી છે. છેલ્લા થોડા સમયથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધી રહી છે, જેને પરિણામે લોકો પરિવહન ક્ષેત્રે પણ પરંપરાગત ઈંધણના બદલે સ્વચ્છ ઈંધણ...

અહેવાલઃ યશદીપ ગઢવી, આણંદ 

પૃથ્વી ઉપર વધતા જતા પ્રદુષણને પરિણામે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ સર્જાઇ રહી છે. છેલ્લા થોડા સમયથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધી રહી છે, જેને પરિણામે લોકો પરિવહન ક્ષેત્રે પણ પરંપરાગત ઈંધણના બદલે સ્વચ્છ ઈંધણ તરફ વળી રહ્યા છે. ઇલેક્ટ્રીક વાહનો પર્યાવરણની જાળવણીમાં મદદ કરે છે, તેનો જાળવણી ખર્ચ ઓછો આવે છે, તે પેટ્રોલ-ડીઝલ સંચાલિત વાહનોની સરખામણીમાં ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે, તેમજ દેશની તેલ આયાતની નિર્ભરતા પણ ઓછી કરે છે.

ભારત સરકાર પણ વધુમાં વધુ લોકો ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરે તે માટે પ્રયત્ન કરી રહી છે. સરકારની ઇલેક્ટ્રીક વાહનો પ્રત્યેની ઉદાર નીતિના પરિણામે આજે સમગ્ર દેશમાં હજારો ઇલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જેમ ફેમ યોજના અંતર્ગત ઇ.વી. વાહનોની ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે, તેવી રીતે રાજ્ય સરકાર દ્વારા પણ ઇ.વી. વાહનોની ખરીદી બાદ વધારાની સહાય ચૂકવવામાં આવે છે જેના પરિણામે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે.

ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ લોકોનો ઈલેક્ટ્રીક વાહનો લેવા પ્રત્યેનો જોક વધી રહ્યો છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં ઇ.વી. વાહનોની ખરીદીમાં ધરખમ વધારો થયો છે. જિલ્લામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 15 મોટરસાયકલ અને 2 મોટરકાર મળી ફક્ત 17 ઇલેક્ટ્રીક વાહનો હતા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રીક વ્હિકલ પોલિસી 2021 લાગુ કરાતા લોકોમાં ઇ.વી. વાહનોની ખરીદી બાબતે જાગૃતતા આવી. જેના પરિણામે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 152 મોટરસાયકલ, 8 મોપેડ અને 27 મોટરકાર મળી કુલ 187 વાહનો નોંધાયા હતા, જે પૈકી ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રીક વ્હિકલ પોલિસી 2021ના માપદંડો મુજબ યોગ્યતા ધરાવતા 82 ઇ.વી. વાહનો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 27,86,000 ની સહાય ચૂકવવામાં આવી હતી. તેવી જ રીતે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 2258 મોટરસાયકલ, 41 મોપેડ અને 72 મોટરકાર મળી કુલ 2371 વાહનો નોંધાયા હતા. જે પૈકી માપદંડો મુજબ યોગ્યતા ધરાવતા 4439 ઇ.વી. વાહનો માટે રાજ્ય સરકાર દ્વારા 2,99,55,400ની સહાય ચૂકવવામાં આવી છે. આમ જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન 1521 ઇલેક્ટ્રીક વાહનો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ 3,27,41,400 ની સહાય ચુકવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રીક વ્હિકલ પોલિસી 2021 અંતર્ગત રાજ્યમાં વાહનોની બેટરીના પ્રતિ કિલો વોટ દીઠ 10000 લેખે સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ટુ-વ્હીલર વાહન માટે મહત્તમ રૂ.20,000, થ્રીવ્હીલર વાહનો માટે મહત્તમ રૂ. 50000અને ફોર વ્હીલર વાહનો માટે મહત્તમ રૂ. 150000ની સહાય સીધી લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. સરકારની આવી ઉદાર નીતિના પરિણામે છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહનોના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે.

Tags :
adoptingAnandelectric vehiclesEnvironmentparticipatingpreservationresidents
Next Article