Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વગદાર લોકોની ચાલી રહેલી દારૂની મહેફિલમાં પોલીસનો દરોડો

અમદાવાદ શહેરના પ્રહ્લાદનગર, આનંદનગર વિસ્તારમાં આવેલા રાજદીપ વિલા બંગ્લોઝ-1ના કંમ્પાઉન્ડ ગાર્ડનમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસન મળતા આનંદનગર પોલીસે રેઈડ કરી દારૂની પાર્ટી માણી રહેલા 8 શખ્સોને પોલીસે ઝડપી લઈ આનંદનગર પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો હતો. પ્રહ્લાદનગર, આનંદનગર વિસ્તારમાં...
ahmedabad   વગદાર લોકોની ચાલી રહેલી દારૂની મહેફિલમાં પોલીસનો દરોડો
Advertisement

અમદાવાદ શહેરના પ્રહ્લાદનગર, આનંદનગર વિસ્તારમાં આવેલા રાજદીપ વિલા બંગ્લોઝ-1ના કંમ્પાઉન્ડ ગાર્ડનમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસન મળતા આનંદનગર પોલીસે રેઈડ કરી દારૂની પાર્ટી માણી રહેલા 8 શખ્સોને પોલીસે ઝડપી લઈ આનંદનગર પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો હતો.

પ્રહ્લાદનગર, આનંદનગર વિસ્તારમાં આવેલા રાજદીપ વિલા બંગ્લોઝ-1ના કંમ્પાઉન્ડ ગાર્ડનમાં 10 શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાની બાતમીના આધારે આનંદનગર પોલીસે રેઈડ કરી દારૂની મહેફિલ માણતા વેપારીઓને રવિવારે રાત્રે ઝડપી પાડ્યા છે. પ્રહલાદ નગર રોડ પર આવેલ રાજદીપ વિલા બંગલોમાં પોલીસે રેડ કરી હતી જેમાં આઠ લોકોને ઝડપી પાડયા હતા.

Advertisement

Advertisement

મળતી માહિતી પ્રમાણે વિનસ ગ્રૂપના બિલ્ડરનો પુત્ર નવીન વાસવાનીનો જન્મ દિવસ હતો. અને જન્મદિવસની પાર્ટી થઈ રહી હતી જેમાં નામચીન વેપારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ક્યારે રાત્રિ દરમિયાન મહેફિલમાં પોલીસ ત્રાટકી હતી અને 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દારૂ મહેફીલમાં ઝડપાયેલા આરોપીઓના નામ

  • નવિન અશોકભઆઇ વાસવાની - રાજદીપ વિલા 1 આનંદ નગર
  • કપિલ દિલીપભાઇ વાસવાણી - રાજદીપ વિલા 1 આનંદ નગર
  • હરીજીત શ્યામભાઇ ગુલબાની - વેનીસન વિલા, શીલજ
  • પ્રવિણ તારાચંદ મહેતાણી - પુષ્પક બંગલો, બોપલ
  • દિપ અનિલભાઇ ઠક્કર - સન રાઈઝ પાર્ક, વસ્ત્રાપુર
  • નિખીલ અજીતભાઇ મહેતાણી - અમ્ર પલાસ બંગલો, સેટેલાઇટ
  • રાહુલભાઇ ભીમજીભાઇ વાઘેલા - નીલકંઠ રેસી, નારણપુરા
  • જય જયંતીભાઇ સુરતી - સેન્ટર પોઇન્ટ, આંબાવાડી

જન્મદિવસ નિમિત્તે દારૂની મહેફિલ માણી રહેલા ઉપરોક્ત 8 શખ્સો પાસેથી પોલીસે કુલ રૂ. 16.95 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : તાંત્રિકનો ભોગ બનેલા પીડિતોની પોલીસે ફરિયાદ પણ ના સાંભળી, વાંચો અહેવાલમાં..

Tags :
Advertisement

.

×