ANANT AMBANI RADHIKA MERCHANT PRE WEDDING : દિલજીતના પર્ફોમન્સે મચાવી ધૂમ, નીતા અંબાણીએ પહેરી આ ખાસ સાડી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું આ પ્રી વેડિંગના ફંકશન ભવ્ય રીતે હાલ જામનગર ખાતે ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ આ ઈવેન્ટનો અંતિમત્રીજા ત્રીજો દિવસ છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આજરોજ પણ વીવીઆઇપી મહેમાનો પહોંચ્યા હતા. ત્યારે આજરોજ આ ઈવેન્ટની ઘણી ફોટોસ વાયરલ થઈ રહી છે, તેમાં આદિત્ય રૉય કપૂર અને અનન્યા પાંડેની એક તસવીર ખૂબ જ ચર્ચામાં છે. વધુમાં દિલજીત દ્વારા શેર કરવામાં આવેલ એક વિડીયો પણ ઇન્ટરનેટ ઉપર ઘણો ધૂમ મચાવી રહ્યો છે.
નીતા અંબાણીએ પહેરી આ ખાસ સાડી
બોલીવુડના નવા લવ બર્ડ્સ દેખાયા એકસાથે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની એક વાયરલ તસવીર સમાચારમાં છે. આ ફોટોમાં આપણને બોલીવુડના લવ બર્ડ્સ અનન્યા પાંડે અને આદિત્ય રૉય કપૂર દેખાઈ રહ્યા છે, અને તેમના સાથે રણબીર કપૂર પણ પાર્ટીના મૂડમાં આપણને જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકાના આ પ્રી વેડિંગ ઈવેન્ટમાં ત્રણ ખાન, બચ્ચન પરિવાર, રણબીર અને આલિયા, સૈફ અલી ખાન પરિવાર, અક્ષય કુમાર અને અજય દેવગન જેવા ઘણા મોટા કલકારો જોવા મળ્યા હતા.દિલજીતે મચાવી ધૂમ, અનંતે કહ્યું " દિલજીતભાઈ 20 મિનિટ વધારે"
દિલજીત દોસાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ઈવેન્ટમાં ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. દિલજીતે આ બાબતનો વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપણને દેખાય છે કે, અનંત અંબાણી કહે છે કે, "દિલજીતભાઈ કમ સે કમ 20 મિનિટ ઔર" અને તેના જવાબમાં દિલજીત કહે છે કે " સર 30 મિનિટ કરી દઇશું" . આ વિડીયોમાં આપણને બોલીવુડના કલાકારો દિલજીતના ગીતો ઉપર ઝૂમતા દેખાઈ રહ્યા છે. આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો -- શહેરામાં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત