ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MMY : 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત

રાજ્ય સરકાર કરી રહી છે સગર્ભા મહિલાઓના પોષણની દરકાર
05:19 PM Apr 10, 2025 IST | Kanu Jani
રાજ્ય સરકાર કરી રહી છે સગર્ભા મહિલાઓના પોષણની દરકાર

MMY : માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સગર્ભા સ્ત્રીઓ અને ૨ વર્ષનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર પ્રદાન કરીને માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુથી અમલી બનાવવામાં આવી છે。

MMY-મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન પાંચ લાખથી વધુ લાભાર્થીઓને પોષણ પૂરું પાડવામાં આવ્યું છે. જે માટે રાજ્ય સરકારે રૂ. ૩૫૪.૧૫ કરોડની નાણાકિય જોગવાઇ કરાઈ છે. માતા અને બાળકના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો કરવા માટે જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું આવશ્‍યક છે. જે ગર્ભધારણથી બાળકના બીજા જન્‍મદિવસ વચ્‍ચેનો એક અનન્‍ય સમયગાળો છે જે દરમિયાન શ્રેષ્ઠ સ્‍વાસ્‍થ્‍ય, વૃદ્ધિ અને સમગ્ર જીવનકાળમાં માનસિક વિકાસ સ્‍થાપિત થાય છે.

પ્રથમ ૧૦૦૦ દિવસને તક-પ્રથમ બારી

MMY-મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ ૨૦૨૨થી અમલી બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ ૧૦૦૦ દિવસને તકની પ્રથમ બારી ગણવામાં આવે છે. આ તબક્કા દરમિયાન માતાઓને તેમના વિકાસતા ગર્ભને અને ત્‍યારબાદ સ્‍તનપાન કરાવવા માટે પ્રોટીન, ચરબી અને વિટામિન્‍સ જેવા વધુ પોષક તત્વોની જરૂર હોય છે.

આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને ૨ વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરાવેલ માતાને લાભ મળે છે. જેમાં લાભાર્થીને ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર સિંગતેલ દરમાસે આપવામાં આવે છે. આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ છે。

સહી પોષણ દેશ રોશન

વડાપ્રઘાન  નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ના માર્ગદર્શન હેઠળ, સમગ્ર દેશમાં શરૂ કરેલ રાષ્ટ્રીય પોષણ અભિયાનનો નિશ્ચિત ધ્યેય હાંસલ કરવાની દિશામાં ગુજરાત સરકાર જન્મથી ૬ વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે પૌષ્ટીક આહાર પુરો પાડવા માટે ″સહી પોષણ દેશ રોશન” ના આહ્વાનને ચરીતાર્થ કરવા વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં ૪૪ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ મહિલાઓની માતૃત્વ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષ 2003માં ભારત સરકારે 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:GATE 2025 : જીસીસીઆઈના વાર્ષિક ટ્રેડ એક્સ્પો 'GATE 2025'નો શુભારંભ

Tags :
MMYpm narendra modi
Next Article