Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Corona Case: રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી મોટો ઉછાળો આવવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાતા ધીરે ધીરે લોકોમાં ફરી ફફડાટ જોવા મળી રહ્યો છે.
gujarat corona case  રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો  છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાયા
Advertisement
  • રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી મોટો ઉછાળો
  • છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાયા
  • હાલ 717 એક્ટિવ કેસ, 23 સારવાર હેઠળ

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ધીરે ધીરે વધારો થતા લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી જવા પામ્યું છે. કોરોના કેસમાં ફરીથી મોટો ઉછાળો આવવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 170 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 717 એક્ટિવ કેસ જ્યારે 23 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ 717 પૈકી 694 દર્દી હોમ આઈસોલેશનમાં છે.

Advertisement

  • આરોગ્ય વિભાગ દ્વારા પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, જો હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
  • ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝ૨નો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.
  • કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.

Advertisement

  • કોવિડના કેસોમાં દ૨ ૬ થી ૮ માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. "સાવચેતી એજ સમજદારી છે.
  • કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સી ટેસ્ટિંગ GBRC ગાંધીનગર ખાતે ક૨વામાં આવે છે જેમાં મુખ્યત્વે JN. 1, LF.7, LF.7.9 અને XFG Variant જોવા મળેલ છે. WHO ના ધારાધોરણ મુજબ Variant of Interest છે. આમ, આ variant સામાન્ય પ્રકા૨નો છે જેમાં ગભરાવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ Gandhinagar : કોંગ્રેસ નેતાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયુ, ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયાઓ

ધ્રાંગધ્રામાં વધુ બે કોરોના કેસ નેંધાયા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વધુ બે કોરોના કેસ નોંધાયા હતા. કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. હળવદ રોડ વિસ્તારમાં રહેતી બે મહિલાઓ કોરોના પોઝીટીવ હતી. બંને દર્દીઓને હોમ આઈસોલેટ કરી સારવાર શરૂ કરી હતી. અત્યાર સુધી ધ્રાંગધ્રા તાલુકામાં 5 કેસ નોંધાયા હતા. લોકોને સાવચેત રહેવા તેમજ લોકોને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Rajkot : ગોંડલમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાનું ગાજવીજ અને પવન સાથે આગમન

Tags :
Advertisement

.

×