Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amul milk price hike: મોંઘવારીમાં જનતા પર વધુ એક માર, Amul Dairy એ દૂધના ભાવમાં કર્યો વધારો

Amul Dairy એ દૂધના ભાવમાં કર્યો વધારો અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો ગોલ્ડનો ભાવ રૂ.33થી વધીને રૂ.34 થયો   Amul milk price hike: અમૂલ દૂધના ભાવમાં ફરી એક વખત વધારો (Amul milk price hike)કરવામાં આવ્યો છે. અમૂલ...
amul milk price hike  મોંઘવારીમાં જનતા પર વધુ એક માર  amul dairy એ દૂધના ભાવમાં કર્યો વધારો
Advertisement
  • Amul Dairy એ દૂધના ભાવમાં કર્યો વધારો
  • અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો
  • ગોલ્ડનો ભાવ રૂ.33થી વધીને રૂ.34 થયો

Amul milk price hike: અમૂલ દૂધના ભાવમાં ફરી એક વખત વધારો (Amul milk price hike)કરવામાં આવ્યો છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવેથી અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી પાઉચનો ભાવ રૂપિયા 30થી વધીને 31 થયો છે એટલે કે તેમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અમૂલ બફેલોના 500 મીલી પાઉચમાં પણ 1 રૂપિયાનો વધારો કરવામાં છે. હવેથી અમૂલ બફેલો 500 મીલીના 36ની જગ્યાએ 37 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારે અમૂલ ગોલ્ડ 500 મીલી પાઉચના રૂપિયા 33થી વધીને 34 રૂપિયા કરવામાં આવ્યા છે તો અમૂલ ગોલ્ડ 1 લીટરનો ભાવ રૂપિયા 65થી વધીને 67 કરવામાં આવ્યો છે.

Advertisement

ઉનાળાની સિઝનને લીધે....

આ બાબતે મળતી માહિતી મુજબ આજે મોડી રાત્રિથી જ દૂધના ભાવમાં વધારો લાગુ થશે. જોકે સાબરકાંઠા સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમુલના તમામ દૂધ ઉત્પાદનોમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરીના (Sabar Dairy)સૂત્રો મુજબ અમુલ ગોલ્ડનો ભાવ રૂ.33થી વધીને રૂ.34 થયો છે. અમુલ શક્તિ હવે રૂ.30ને બદલે રૂ.31માં મળશે. બંને પ્રકારના દૂધ 500 એમએલના પાઉચમાં વેચાય છે. ઉનાળાની સીઝન અને અન્ય કારણોને લીધે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરી પ્રેરિત અમુલ પાર્લર પર દૂધના વિવિધ ઉત્પાદનોમાં સૌથી વધુ માગ દૂધની છે.

Advertisement

આ પણ  વાંચો -Nirlipt Rai ના સ્ટેટ મોનિટરિંગ સેલે IIM અમદાવાદ પાસે ચાલતા ડ્રગ્સના કારોબારનો કર્યો પર્દાફાશ

મધ્યમવર્ગના લોકો પર બોજ

જ્યારે ડબલ ટોન્ડ દૂધનો ભાવ પ્રતિ લિટર 49 રૂપિયાથી વધારીને 51 રૂપિયા કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો ભાવ પ્રતિ લિટર 57 રૂપિયાથી વધારીને 59 રૂપિયા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દૂધના ભાવમાં વધારાને કારણે મધ્યમવર્ગના લોકોના ખિસ્સા પર બોજ વધવાનો છે. છેલ્લા ઘણા સમયથી અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો નહતો પણ ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -Ahmedabad : ચંડોળામાં 'મિની બાંગ્લાદેશ' ઊભું કરનારા લલ્લા બિહારીના દીકરાના રિમાન્ડ મંજૂર

મધર ડેરીએ પણ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો

તમને જણાવી દઈએ કે ગઈકાલે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ટોન્ડ (બલ્ક વેન્ડ) દૂધનો ભાવ પ્રતિ લિટર 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ફુલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા થઈ ગયા છે. આ સાથે ટોન્ડ દૂધ (પાઉચ) ની કિંમત 56 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×