ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો આવ્યો સામે, વાંચો સમગ્ર ઘટના

શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો હાલ સામે આવી રહ્યો છે. આ કિસ્સો આણંદ જિલ્લાના આંકલાવ પાસેથી સામે આવ્યો છે. સરકારી શાળામાં શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.  આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર...
12:38 PM Feb 24, 2024 IST | Harsh Bhatt
શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો હાલ સામે આવી રહ્યો છે. આ કિસ્સો આણંદ જિલ્લાના આંકલાવ પાસેથી સામે આવ્યો છે. સરકારી શાળામાં શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.  આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર...

શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો હાલ સામે આવી રહ્યો છે. આ કિસ્સો આણંદ જિલ્લાના આંકલાવ પાસેથી સામે આવ્યો છે. સરકારી શાળામાં શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.  આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચોતરફ આ વાત ફેલાઈ ગઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે કર્યા શારીરિક અડપલા

શિક્ષણ જગતમાં કલંક સમાન આ કિસ્સો આંકલાવ માંથી સામે આવ્યો છે. આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં આ બનાવ સામે આવ્યો છે. જ્યાં શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કર્યા છે તેવો આરોપ લાગવવામાં આવી રહ્યો છે. શિક્ષકે અડપલાં કરતાં 2 વિદ્યાર્થિનીઓએ વાલીઓને જાણ કરતા મામલો બીચકયો હતો. વિદ્યાર્થિનીઓએ ઘરે જાણ કર્યા બાદ વાલીઓ અને ગ્રામજનોએ ભેગા મળી સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.

અંકલાવની કોસિન્દ્રા સ્કૂલના કિરણ વાળંદ નામના આ શિક્ષક પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. શિક્ષકના આ કૃત્ય બાદ ગુસ્સે ભરાયેલ વાલી અને ગ્રામજનોએ શિક્ષકને પોલીસ હવાલે કરી ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બાબત અંગે આંકલાવ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

આ પણ વાંચો -- Lok Sabha Election : ગુજરાતમાં કાચીંડાની જેમ રંગ બદલતી AAP

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
aankalv police stationaanklavanand districtgovernment school teacherMolestedSerious allegation
Next Article