ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : ધારાસભ્ય Kumar Kanani નો લેટર બોંમ્બ, ચીકુવાડી ખાતે બની રહેલા બ્રિજને લઈ ઉઠાવ્યા સવાલો

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તંત્રની સામે સતત સવાલો ઉઠાવતા રહે છે. તેમની આ શૈલીને કારણે તેઓ સતત ચર્ચામા રહે છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેઓએ નાના વરાછા અને મોટા વરાછા...
04:52 PM Jun 28, 2023 IST | Viral Joshi
સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તંત્રની સામે સતત સવાલો ઉઠાવતા રહે છે. તેમની આ શૈલીને કારણે તેઓ સતત ચર્ચામા રહે છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેઓએ નાના વરાછા અને મોટા વરાછા...

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તંત્રની સામે સતત સવાલો ઉઠાવતા રહે છે. તેમની આ શૈલીને કારણે તેઓ સતત ચર્ચામા રહે છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેઓએ નાના વરાછા અને મોટા વરાછા ને જોડતા બ્રીજની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે.

ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે

ધારાસભ્યએ નાના વરાછા અને મોટા વરાછા ને જોડતા વરાછા મેઈન રોડ ચીકુવાડી ખાતે બની રહેલા બ્રિજ મુદ્દે પત્ર લખ્યો છે. આ બ્રીજની કામગીરીને લઈ ટ્રાફિક જામ થતો હોવાની રજુઆત કરાઈ છે સાથે જ બ્રીજ કેટલા સમયમાં પૂર્ણ થશે તે બાબતે પણ સવાલ પુછ્યો છે.

ઉઠાવ્યા સવાલ

ધારાસભ્યએ મ્યૂનિસિપલ કમિશ્નરને પત્ર લખીને સવાલ કર્યાં છે. ધારાસભ્યએ પુછ્યું છે કે, રીવરબ્રીજની કામગીરીની સમયમર્યાદા ક્યારે પૂર્ણ થઇ છે ? કોન્ટ્રેક્ટર દ્વારા સમયમર્યાદા વધારવા માટે માંગ કરવામાં આવી હતી કે કેમ અને તેમાં શું કારણો અપાયા હતા? માગેલી વધારાની સમય મર્યાદા ક્યારે પૂર્ણ થઈ?

ધારાસભ્યનો લેટર બોમ્બ

જણાવી દઈએ કે, વરાછા મેઈન રોડ પર ચીકુવાડી ખાતે તાપી નદી પરના બ્રીજનું કામ ચાલતું હોવાથી ટ્રાફિકનું ભારણ ખુબ વધારે રહેતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને આ કારણે ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. અગાઉ બ્રીજસેલ દ્વારા બ્રીજનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા બાબતનો પત્ર લખવામાં આવ્યો જેને પણ 6 મહિના જેટલો સમય વિત્યા છતાં હજુ કામગીરી પૂર્ણ થઈ નથી ત્યારે હવે ધારાસભ્યએ લેટર બોમ્બ ફોડ્યો છે.

આ પણ વાંચો : BIG NEWS : ગુજરાતમાં રાજ્યસભાની 3 સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર, જાણો SCHEDULE

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
bjp-mlaKumar KananiLatterSuratVarachha
Next Article