ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat :ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની ખ્યાતિમાં વધુ એક નવું પરિમાણ

ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ
12:55 PM Feb 11, 2025 IST | Kanu Jani
ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ

Gujarat-ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (Department of Science and Technology) દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પોલિસીનું લોન્ચીંગ ગિફ્ટ સિટીના મેનેજીંગ ડિરેક્ટર તપન રે તેમજ નિતી આયોગના ડિરેક્ટર દેબજાની ઘોષ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર તથા આમંત્રીત ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતીમાં કર્યુ હતું.

ઈમર્જીંગ સેક્ટરના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાતમાં સેક્ટર સ્પેસીફિક પોલિસીઝ ફ્રેમવર્કથી નવા અને ઈમર્જીંગ સેક્ટરના ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણ ઉભું કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીના પદચિહ્નો પર ચાલતાં વર્તમાન સરકારે પણ પાછલા ૩ વર્ષોમાં સેમીકન્ડક્ટર પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, IT અને ITeS પોલિસી, ટેક્ષટાઇલ પોલિસી, રીન્યુએબલ એનર્જી પોલિસી તથા બાયોટેક્નોલોજી પોલિસી જેવી ઈમર્જીંગ સેક્ટર્સની અનેક પોલિસીઝ જાહેર કરી છે.

રાજ્યના પોલિસી ડ્રીવન ગ્રોથની કડીમાં આગળ વધતાં હવે ૨૦૨૫થી ૩૦ના પાંચ વર્ષ માટે નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની તેમણે જાહેરાત કરી હતી.

વિવિધ પ્રોત્સાહનો

પોલિસીમાં નવા કેપેબિલિટી સેન્ટર્સ માટે રોજગાર સહાય, વ્યાજ સહાય, ઇલેક્ટ્રીસિટી રીએમ્બર્સમેન્ટ સહિત વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. આ પોલિસીને પરિણામે રાજ્યમાં હવે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સ શરૂ કરવા માટેનો માર્ગ મોકળો થયો છે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇનોવેશન અને બિઝનેસ રિજ઼િલીઅન્સ ને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, શરૂઆતમાં કોસ્ટ સેવિંગ યુનિટ તરીકે બનાવવામાં આવેલા GCCs હવે સ્ટ્રેટેજીક ઇનોવેશન હબ બની ગયા છે અને ટેકનોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ એન્જીનિયરિંગ અને R&D જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત કુશળ માનવ સંસાધન અને પ્રગતિશીલ નીતિ માળખા સાથે, GCC ઇકોસિસ્ટમમાં ગ્લોબલ લિડર તરીકે સ્થાપિત થયું છે.

વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ

ગુજરાત પણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીઝ અને કુશળ માનવબળની ઉપલબ્ધતા સાથે મજબૂત વ્યવસાયિક વાતાવરણ પ્રદાન કરે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

એટલું જ નહિ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત જેવા શહેરોમાં ગિફ્ટ સિટી અને ઇનોવેશન ક્લસ્ટર જેવા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ગુજરાતને ઈમ્પોર્ટન્ટ પ્લેયર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

આ ગુજરાત ગ્લોબલ કેપેબીલીટિ સેંટર પોલિસીનું વિઝન ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સાથે વિશ્વસ્તરીય પરિસ્થિતિનું નિર્માણ કરીને ગુજરાતને GCCs માટેનું અગ્રણી સ્થાન બનાવવાનું છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.

નાના શહેરોના ટેલેન્ટ પુલને અવસરો મળે તે માટે ખાસ આયોજન

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં દેશમાં ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સને પ્રોત્સાહન આપીને નાના શહેરોના ટેલેન્ટ પુલને અવસરો મળે તે માટે ખાસ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતની આ GCC પોલિસી પણ વડાપ્રધાનશ્રીના વિઝન અને યુવાઓ માટેના મિશન બન્નેને પરિપૂર્ણ કરશે તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @ ૨૦૪૭ના નિર્માણની દિશામાં પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસીની મુખ્ય વિશેષતાઓ

 

પોલિસી લોન્ચિંગ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે પોલિસી અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

આ પણ વાંચો- "Shri Vajpayee Bankable Scheme": કુટિર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો માટે આશીર્વાદ

Tags :
CAPEXGlobal Capability Center PolicyGujaratOPEX
Next Article