ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: અસામાજિક તત્વો તોડફોડ કરતા રહ્યા અને પોલીસ પ્રેક્ષક બની તમાશો જોતી રહી!

અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો થયા બેફામ પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક અસામાજિક તત્વોમાં જાણે નથી રહ્યો પોલીસનો ડર Ahmedabad: અમદાવાદમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આવા સમયે પોલીસ...
04:53 PM Sep 07, 2024 IST | VIMAL PRAJAPATI
અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો થયા બેફામ પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક અસામાજિક તત્વોમાં જાણે નથી રહ્યો પોલીસનો ડર Ahmedabad: અમદાવાદમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આવા સમયે પોલીસ...
Ahmedabad
  1. અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો થયા બેફામ
  2. પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
  3. અસામાજિક તત્વોમાં જાણે નથી રહ્યો પોલીસનો ડર

Ahmedabad: અમદાવાદમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, આવા સમયે પોલીસ પણ મુકબધીર બનીને માત્ર તમાસો જોઈ રહે છે.જાણકારી પ્રમાણે અમદાવાદ (Ahmedabad)ના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોએ બેફામ તોડફોડ અને ગાળાગાળી કરી હતી.આ દરમિયાન પોલીસ પણ ત્યાં હાજર હોય તેવી સીસીટીવી સામે આવ્યા છે. નોંધનીય છે કે, પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. શું અસામાજિક તત્વોમાં પોલીસનો ડર જ નથી કે પછી પોલીસ જ તેમને છાવરી રહીં છે.

આ પણ વાંચો: લ્યો બોલો...ચાઇનીઝ લસણ! માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા મળ્યા, કડક કાર્યવાહી કરવા સરકારને રજૂઆત

પોલીસ ઉભી હોવા છતાં શા માટે ન ભર્યા પગલાં?

મળતી વિગતો પ્રમાણે Ahmedabad ના કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરી માર મરાયો હતો. કિશોર લંગડાના પુત્ર અજિતસિંહ રાઠોડનું અપહરણ કર્યું અને ગાડીની ડિપર મારવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. નોંધનીય છે કે, વાહનોમાં તોડફોડ અને અપહરણના CCTV અત્યારે સામે આવ્યા છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે, અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હતા અનેપોલીસ બની મૂકપ્રેક્ષક બની જોઈ રહીં હતી. અસામાજિક તત્વો ગાડીઓમાં તોડફોડ કરતા રહ્યા અને પોલીસ જોતી રહી! પોલીસ મૂકપ્રેક્ષક બની રહીં તેવા સીસીટીવી છે.

આ પણ વાંચો: સિવિલ હોસ્પિ.માં તબીબે વૃદ્ધા દર્દી સાથે કરેલા અમાનવીય વર્તન અંગે Gujarat First નાં અહેવાલની ધારદાર અસર

તોડફોડ કરતા અસામાજિકોને કેમ રોકવામાં ન આવ્યા?

અગત્યની વાત છે કે, આખરે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ શા માટે કરે છે? પેટ્રોલિંગના નામે પોલીસ ફક્ત દેખાડો કરતી હોવાનો બોલતો પૂરાવો સામે આવ્યો છે. કૃષ્ણનગર પોલીસ દ્વારા તોડફોડ કરનારા તત્વો વિરુદ્ધ માત્ર ફરિયાદ નોંધવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસે ધમા બારડ સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આખરે ત્યાં પોલીસ હાજર હતી તો પછી પોલીસે કોઈ કાર્યવાહી શા માટે ના કરી?

આ પણ વાંચો: Surat : નવી સિવિલ હોસ્પિટલમાં હવે મળશે આ સુવિધા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલે કર્યું ઉદઘાટન

Tags :
AhmedabadAhmedabad krishnanagar PoliceAhmedabad NewsAhmedabad PoliceGujaratGujarati Newskrishnanagar PoliceVimal Prajapati
Next Article