APPLICATION માં વધુ વળતરની લાલચ આપી 29 લાખ પડાવ્યાં, Dahod police એ કરી ગઠિયાની ધરપકડ
- ઓનલાઈન એપ્લીકેશન મારફતે કરતો હતો છેતરપિંડી
- એપ્લીકેશન મારફતે રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપતો
- ફરિયાદ નોધાતા પોલીસે સાયબર ઠગની ધરપકડ કરી
- દાહોદ સાયબર ક્રાઇમ ત્રણ દિવસ ના રિમાન્ડ મેળવ્યા
Dahod Police: ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી મરતા’ તે ઉક્તિ અનુસાર આજે ગઠિયાઓ સાયબરનો ઉપયોગ કરી છેતરપિંડી આચરતા જોવા મળે છે. ઇન્ટરનેટના યુગમાં લોકોને સવલત મળી છે, તો સાયબરના જાણકાર તેનો દુરઉપયોગકરી લોકો સાથે છેતરપિંડી કરી લાખ્ખો રૂપિયા પડાવતા જોવા મળી રહ્યા છે. આવી જ એક ફરિયાદ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોધાતા પોલીસે સાયબર ઠગની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Delhi માં ICA નું સફળ આયોજન, એરોન ડગલસે ભારતના યોગદાન પર આભાર વ્યક્ત કર્યો...
સાયબર ઠગની દાહોદ પોલીસે કરી ધરપકડ
સમગ્ર ઘટના ક્રમની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાનો રહેવાસી લક્ષ્મણ પરમાર અલગ અલગ સ્થળ ઉપર લોકોને એકત્ર કરી સેમિનારનું આયોજન કરતો હતો. જેમાં રિમોવા નામની એપ્લીકેશન વિશે લોકોને માહિતગાર કરી તે એપ્લીકેશન મારફતે રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપતો હતો. તેની વાતોમાં આવી લોકોએ એપ્લીકેશન ડાઉનલોડ કરી શરૂઆતમાં નાનું રોકાણ કર્યું હતું અને લોકોનો વિશ્વાસ મેળવવા વળતર પણ ચુક્વવામાં આવ્યું હતું જેથી લોકોએ વધુ લાલચ માં રોકાણ કર્યું હતું અને રોકાણકારોને એપ્લીકેશન ઉપર વળતર સાથેની વધુ રકમ પણ દર્શાવવામાં આવતી હતી.
આ પણ વાંચો: નાયબ મામલતદારની માતા ઘરે એકલા હતા, અજાણ્યા ઇસમો આવ્યા અને કરી કરપીણ હત્યા
પોલીસે તપાસ કરી અનેક વિગતો સામે આવી
જ્યારે લોકોએ નાણાં ઉપાડવા પ્રયતન કર્યો તો નાણાં મળ્યા નહોતા જેથી છેતરાયા હોવાનો અહેસાસ થતાં દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે ગોધરાના લક્ષ્મણ પરમાર નામના ઈસમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે બેન્ક એકાઉન્ટ અને ટ્રાનજેકશન સહિતની તપસ કરતાં અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 29 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં વધુ નાણાં પડાવ્યા હોય તેમજ વધુ લોકો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી શકે તેમ છે. હાલ પોલીસે અન્ય કોની કોની સંડોવણી છે તે સહિત તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ
આ પણ વાંચો: BZ GROUP Scam : આરોપી મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 6 કસ્ટડીમાં ધકેલાયા