ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rural Health :આરોગ્ય કેન્દ્રોમાં ખાલી જગ્યાઓ પર ટૂંક સમયમાં નિમણૂંકો

રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ
04:16 PM Mar 11, 2025 IST | Kanu Jani
રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ
Rural Health:આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતુ કે, રાજ્ય આરોગ્ય સંસ્થાઓમાં સીધી ભરતીથી વર્ગ-1 ના વિવિધ સંવર્ગની 1146 જગ્યાઓ ભરવા માટે જી.પી.એસ.સી.ને માંગણપત્રક મોકલવામાં આવ્યા છે. 
જે પૈકી C.H.C.માં નિમણુંક આપી શકાય તેવા વિવિઘ સંવર્ગોની ૯૪૭ જગ્યાઓ છે.
વર્ગ – 1 સંદર્ભે
રાજ્યના P.H.C. અને C.H.C.માં વર્ગ-1ના તબીબોની નિમણૂંક સંદર્ભે જણાવ્યું હતું કે, કમિશ્રરશ્રી કચેરી દ્વારા દરરોજ વોક ઇન ઇન્ટરવ્યુ લઇ છેલ્લા ૨ વર્ષમાં ૧૨૭ નિમણૂંક આપવામાં આવી છે.  જેમને રૂ. ૧,૩૦,૦૦૦ ફિક્સ પગાર આપવામાં આવે છે. 
Rural Health Centers માં પી.જી. બોન્ડ ડ્યુટી 1વર્ષ માટે આપવામાં આવે છે. હાલમાં 420 તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુ છે.
C.P.S. (સ્પેશ્યાલિસ્ટ તબીબ)ને બોન્ડ ટ્યુટી (૧ વર્ષ માટે) મુકવામાં આવે છે. અંદાજે ૧૦૦ નવા સી.પી.એસ. ઉમેદવારો નજીકના સમયમાં ઉપલબ્ધ થનાર છે. બોન્ડેડ C.P.S.ને રૂ. 75000/ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. 
વધુમાં C.M. સેતુ  દ્વારા પણ તબીબોની સેવા ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં લેવામાં આવે છે. 
Rural Health Centers માં વર્ગ-2 સંદર્ભે
વધુમાં P.H.C અને C.H.C. ખાતે વર્ગ-2 ના તબીબો સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં G.P.S.C.મારફત સીધી ભરતી માટે કુલ ૧૯૨૧ જગ્યાઓની જાહેરાત કરાઇ છે. વર્ષ 2025માં તબીબો ઉપલબ્ધ થશે. 
વર્ષ 2024માં એમ.બી.બી.એસ. પૂર્ણ કરનાર 3136 ડૉકર્સ પૈકી 3039ને બોન્ડેડ નિમણૂંક અપાઇ છે. 
વર્ગ -૩ અને ૪ સંદર્ભે
રાજ્યના સામુહિક આરોગ્ય કેન્‍દ્રો ખાતે વર્ગ/૩ની પેરા મેડિકલ સંવર્ગની ૮૬૫ જગ્યાઓ માટેના માંગણાપત્રકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે ગૌણ સેવા પસંદગી મંડળને મોકલવામાં આવશે. 
નર્સિંગ સંવર્ગની ૧૯૦૨ જગ્યાઓ માટે જી.ટી.યુ. દ્વારા પરિક્ષા લેવામાં આવી છે. જેનું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરાશે.
Rural Health માટે કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વર્ગ ૩ સંવર્ગની જગ્યાઓ પંચાયત વિભાગ હસ્તક હોઇ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે. 
ડ્રાઈવર વર્ગ/૩ અને વર્ગ/૪ની જગ્યાઓ પર આઉટસોર્સિંગથી સેવાઓ લેવામાં આવે છે તેમ મંત્રીશ્રી (Rishikesh Patel)એ જણાવ્યું હતુ. 
આ પણ વાંચો- Ahmedabad : હોળીના તહેવારને લઇને AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો
Tags :
C.H.CP.H.CRishikesh PatelRural Health
Next Article