Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

''વેલકમ જિંદગી' ગુજરાતી ફિલ્મ આજની યુવા પેઢીની આંખોમાં આંસુ લાવી શકે છે

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચમાં ગુજરાતી ફિલ્મ વેલકમ જીંદગી આજની યુવા પેઢી માટે સમજવા લાયક છે દીકરો લગ્ન બાદ પત્નીના ઇશારે ચાલતો હોય છે પરંતુ જ્યારે દીકરાને તેના પિતાને ગુમાવ્યા બાદ તેને જે અહેસાસ થાય છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં...
  વેલકમ જિંદગી  ગુજરાતી ફિલ્મ આજની યુવા પેઢીની આંખોમાં આંસુ લાવી શકે છે
Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચમાં ગુજરાતી ફિલ્મ વેલકમ જીંદગી આજની યુવા પેઢી માટે સમજવા લાયક છે દીકરો લગ્ન બાદ પત્નીના ઇશારે ચાલતો હોય છે પરંતુ જ્યારે દીકરાને તેના પિતાને ગુમાવ્યા બાદ તેને જે અહેસાસ થાય છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે અને આ ફિલ્મ પણ ભારત દેશમાં વૃદ્ધાશ્રમો અને ઘરડાઘર નાબૂદ કરવાના ઉમદા આશય સાથે રજુ કરવામાં આવી છે.. ફિલ્મનો ઉદ્દેશ છે કે આજની યુવા પેઢી પણ પોતાના સિનિયર સિટીઝન માતા પિતાને પોતાની પાસે રાખે અને તેમની સેવા કરે.

Advertisement

કહેવાય છે ને કે માતા-પિતા જ્યારે હૈયાત ન હોય ત્યારે જ તેના સંતાનોને તેમના માતા પિતાની કદર થાય છે આજની યુવા પેઢી પણ ઘણી વખત પોતાના માતા પિતાને ઘરડા ઘર કે વૃદ્ધા આશ્રમમાં રહેવા મજબૂર કરતા હોય છે દીકરાના લગ્ન બાદ પુત્ર અને પુત્ર વધુ સિનિયર સિટીઝન માતા-પિતાને ઘણી વખત ટોચર કરતા હોય છે અને દરેક સિનિયર સિટીઝન માતા-પિતાને પણ સન્માનભેર જીવન જીવવાનો અધિકાર હોય છે પરંતુ ઘણી વખત સિનિયર સિટીઝન વૃદ્ધો સન્માન સાથે જીવન જીવી શકતા નથી અને દીકરા સાથે પુત્રવધુના મેણા ટોણામાં વૃદ્ધા આશ્રમ અથવા તો ઘરડા ઘરમાં આશ્રય મેળવતા હોય છે પરંતુ ઘણી વખત પુત્ર અને પુત્ર વધુને માતા પિતા ન હોય ત્યારે શું થાય તેની કદર કરતો કિસ્સો આ ગુજરાતી ફિલ્મ વેલકમ જિંદગીમાં દર્શાવવામાં આવ્યું છે.

Advertisement

વેલકમ ઝીંદગી ગુજરાતી ફિલ્મ આજની યુવા પેઢીની આંખોમાં આંસુ લાવી શકે છે કારણ કે આ ફિલ્મમાં જ્યારે દીકરાને કેન્સરની બીમારી થાય છે ત્યારે તેને જે ગ્રુપનું બ્લડ જોઈતું હોય ત્યારે પિતા સિવાય કોઈનો ઉપયોગમાં લઈ શકાય તેવું ન હોવાના કારણે એક દીકરો જીવન મરણ વચ્ચે હોય છે અને આ દીકરાને તેના પાલક પિતા એક આશ્રમમાંથી લાવ્યા હોય છે જેના કારણે તેના પિતાનું લોહી પણ દીકરાને કામ લાગતું નથી પરંતુ લોહીની લાગણી કરતાં પણ વધારે પિતાએ દીકરાને બચાવવા માટે તેની બેનને શોધી નાખે છે અને દીકરાને બચાવી લાવે છે આ છે પાલક પિતાની તાકાત..? દીકરાને જ્યારે ખબર પડે છે કે તે તેના સગા પિતા નહીં પરંતુ પાલક પિતા છે ત્યારે દીકરાને પણ તેની લાગણીનો અનુભવ થાય છે આજની યુવા પેઢી વેલકમ ઝીંદગી ફિલ્મ નિહાળીને પણ પોતાના સિનિયર સિટીઝન માતા-પિતાની કદર કરે તે જરૂરી છે

ગુજરાતી ફિલ્મ વેલકમ જિંદગીના પ્રોડ્યુસરે આ ફિલ્મ સૌપ્રથમ પત્રકારો સમક્ષ રજૂ કરી હતી કારણ કે ભારત દેશમાં સૌથી વધારે વૃદ્ધા આશ્રમો અને ઘરડાઘરો બન્યા છે અને આવનાર સમયમાં સૌથી વધુ વૃદ્ધ આશ્રમો અને ઘરડાઘર હોઈ શકે તેવો એક સર્વે કહી રહ્યો છે અને એટલા માટે જ ભારત દેશમાં ઘરડાઘર અને વૃદ્ધા આશ્રમો નાબૂદ થાય તે હેતુથી વેલકમ ઝીંદગી ફિલ્મ થકી આજની યુવા પેઢીને જાગૃત કરવાનું કામ કરવામાં આવ્યું છે, અને દરેક પત્રકારોએ પણ ભારતમાં વૃદ્ધા આશ્રમો નાબૂદ થાય અને દરેક યુવાન પોતાના સિનિયર સિટીઝન માતા-પિતાને સન્માન સાથે પોતાની સાથે રાખે તેવી અપીલ કરી હતી

Tags :
Advertisement

.

×