Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Aravalli: શામળાજીમાં યોજાશે બે દિવસીય મહોત્સવ, CM ભૂપેન્દ્રભાઈ પટેલ આપશે વિકાસકાર્યોની ભેટ

અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે 8 અને 9 જાન્યુઆરીએ બે દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં લગભગ 150 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.
aravalli  શામળાજીમાં યોજાશે બે દિવસીય મહોત્સવ  cm ભૂપેન્દ્રભાઈ પટેલ આપશે વિકાસકાર્યોની ભેટ
Advertisement
  • Aravalli: અરવલ્લીમાં શામળાજી મહોત્સવ
  • 8-9 જાન્યુઆરીએ યોજાશે કાર્યક્રમ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે ઉપસ્થિત
  • 150 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

Aravalli: અરવલ્લી જિલ્લામાં શામળાજી (Shamlaji) તાલુકામાં આવેલા આ પ્રસિદ્ધ યાત્રધામમાં મહત્વનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી મંદિરે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) ની ઉપસ્થિતિથી આ કાર્યક્રમ યોજાશે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Aravalli_GUJARAT_FIRST

Advertisement

યાત્રાધામ અને પ્રસિદ્ધ શામળાજી મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો (Cultural programs) યોજાશે. બે દિવસ દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર (Osman Mir) અને કિંજલ દવે (Kinjal Dave) તેમના ભક્તિ અને લોકપ્રિય ગીતોના સૂર રેલાવશે. જેનાથી ભક્તોને આધ્યાત્મિક અને મનોરંજનનો અનોખો અનુભવ થશે.

Advertisement

Aravalli: વિકાસ કાર્યોની ભેટ

9 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લાની જનતાને વિકાસ કાર્યોની ભેટ આપશે. રૂપિયા 150 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યો આદિવાસી બહુલ અરવલ્લી જિલ્લાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. અને છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચાડવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક બનશે. શામળાજી મહોત્સવ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિરાસતને ઉજાગર કરતો એક મહત્વપૂર્ણ મહોત્સવ છે. જેમાં ભક્તો ભગવાન શામળિયાનાં દર્શન કરીને આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. દર વર્ષે યોજાતા આ કાર્યક્રમને લઈને તંત્રએ તમામ વ્યવસ્થા અને તૈયારીઓ કરી છે.

Aravalli 01_GUJARAT_FIRST

આ પણ વાંચો------ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની PM મોદી કરાવશે શરૂઆત

આ પણ વાંચો------ નાયબ મુખ્યમંત્રીએ 24 કલાકમાં પાળ્યું વચન, આણંદના મુસાફરો માટે દોડતી થઈ નવી બસો

Tags :
Advertisement

.

×