Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aravalli: બાયડ માંથી ઝડપાયો બાંગ્લાદેશી યુવક, થયો મોટો ખુલાસો

રમાસમાંથી બાંગ્લાદેશી યુવક ધરપકડ મામલોમોટો ઘટસ્ફોટ રમાસની મુસ્લિમ યુવતી સાથે યુવકે કર્યા હતા લગ્ન દુબઈ માં બાંગ્લાદેશી યુવક સાથે કર્યા હતા લગ્ન Aravalli: અરવલ્લી જિલ્લાના બાયડના રમાસમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવકને લઇને હવે મોટો ઘટસ્ફોટ થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી...
aravalli  બાયડ માંથી ઝડપાયો બાંગ્લાદેશી યુવક  થયો મોટો ખુલાસો
Advertisement
  1. રમાસમાંથી બાંગ્લાદેશી યુવક ધરપકડ મામલોમોટો ઘટસ્ફોટ
  2. રમાસની મુસ્લિમ યુવતી સાથે યુવકે કર્યા હતા લગ્ન
  3. દુબઈ માં બાંગ્લાદેશી યુવક સાથે કર્યા હતા લગ્ન

Aravalli: અરવલ્લી જિલ્લાના બાયડના રમાસમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવકને લઇને હવે મોટો ઘટસ્ફોટ થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી રમાસ ગામમાં રહેતા બાંગ્લાદેશી યુવકને પોલીસની એસઓજી ટીમે પકડી પાડ્યો હતો, જોકે, હવે તેને લઇને મોટી માહિતી સામે આવી છે. બાંગ્લાદેશી યુવક રમાસની મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે અને દુબઇથી ભારતમાં આવ્યો હોવાનું ખુલ્યુ છે.

રમાસની મુસ્લિમ યુવતી સાથે યુવકે લગ્ન કર્યા હતા

અરવલ્લી જિલ્લાના બાયડમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવકને લઇને મોટો ઘટસ્ફોટ થયો છે. હવે આ મામલે પુછપરછ કરવા માટે દિલ્હીથી કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ રમાસ આવશે.અને વધુ માહિતી એકઠી કરશે. જોકે હાલમાં માહિતી મળી રહી છે કે,રમાસની મુસ્લિમ યુવતી સાથે આ બાંગ્લાદેશી યુવકે લગ્ન કરી લીધા છે, ખાસ વાત છે કે, આ યુવતી બે સંતાનોની માતા છે અને તેના લગ્ન અગાઉ કઠલાલ ખાતે થયા હતા અને બાદમાં છૂટાછેડા થયા અને તે દુબઈ ચાલી ગઇ હતી, જ્યાં તેને આ બાંગ્લાદેશી યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દુબઈમાં તેને આ બાંગ્લાદેશી યુવક સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં યુવતી અને યુવક બન્ને રમાસ આવ્યા હતા. મહત્વનું છે કે આ યુવક પાસે ભારતના વિઝા નથી તો ભારતમાં કયા રૂટથી ઘૂસ્યો તે તપાસનો વિષય છે અને કેટલા સમયથી યુવક રમાસ ખાતે રહેતો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Aravalli: બાયડમાંથી પોલીસે બાંગ્લાદેશી યુવકની કરી ધરપકડ

સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મળી  હતી

બાયડનાં રમાસમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશી યુવકનાં મોબાઈલની પોલીસે તપાસ હાથ ધરતા તેને ફેસબુક એકાઉન્ટમાં તેનું નામ એમડી બુશિરખાન હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ યુવક દ્વારા સોશિયલ મીડિયામાં અનેક વાંધાજનક પોસ્ટ તેમજ લખાણ બહાર આવી ગયા હતા. તેમજ ફેસબુકમાં તે પોતે હાલ યુનાઈટેડ આરબ અમીરાતમાં રહેતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ હતુ.

 

આ પણ વાંચો -Vadodara: કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના,એકનું મોત

પોલીસે શંકાઓનાં આધારે યુવકની  ઘરપકડ કરી

મળતી માહિતી મુજબ બાંગ્લાદેશી યુવક છેલ્લા એક અઠવાડિયાથી બાયડનાં રમાસ ગામે રહેતો હતો. યુવકની શંકાસ્પદ પ્રવૃતિઓને લઈ ગામનાં કેટલાક યુવાનોને શંકા જવા પામી હતી. જે બાદ ગામનાં યુવકો દ્વારા બાંગ્લાદેશી યુવકને પૂછપરછ માટે બોલાવતા યુવક ડરનાં માર્યો બાઈક પર ફરાર થઈ ગયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા અરવલ્લી એસઓજી પોલીસે શંકાઓનાં આધારે યુવકને ઝડપી પાડ્યો હતો.

Tags :
Advertisement

.

×