Aravalli : કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે ફરિયાદ નોંધાઈ, તત્કાલીન MLA એ પાડી હતી રેડ!
- Aravalli માં કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ
- નાની સિંચાઈ વિભાગનાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર દ્વારા નોંધાઇ ફરિયાદ
- નિવૃત્ત કાર્યપાલક ઈજનેર પીએમ ડામોર વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ
- સરકાર દ્વારા નિમાયેલ સમિતિનાં અહેવાલ બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ
રાજ્યમાં 'નકલી'નો જાણે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે નકલી ડોક્ટર, નકલી અધિકારી, નકલી પોલીસ બાદ હવે નકલી કચેરી સામે આવી છે. જી હાં, અરવલ્લીમાં (Aravalli) કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે પોલીસ ફરિયાદ થઈ છે. નાની સિંચાઈ વિભાગનાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સાબલિયા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 146 કરોડનાં વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યું
કામોમાં વિસંગતતા જણાઈ હોવાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લીમાં (Aravalli) કથિત નકલી સિંચાઈ કચેરી મામલે ફરિયાદ નોંધાઈ છે. નાની સિંચાઈ વિભાગનાં (Minor Irrigation Department) ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સાબલિયા દ્વારા નિવૃત્ત કાર્યપાલક ઈજનેર પી.એમ. ડામોર વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 1 નવેમ્બર-2022 થી 24 જૂન-2023 દરમિયાન થયેલા કામોમાં વિસંગતતા જણાઈ હોવાનો આરોપ ફરિયાદમાં કરાયો છે.
આ પણ વાંચો - Holi 2025 : હોળી-ધૂળેટી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રજાજનોને શુભેચ્છાઓ, સો. મીડિયા પર કરી પોસ્ટ
સરકાર દ્વારા નિમાયેલ સમિતિનાં અહેવાલ બાદ નોંધાઈ ફરિયાદ
ઉપરાંત, મોડાસાનાં (Modasa) તિરુપતિ રાજ બંગલોમાં કોમ્પ્યુટર, માપપોથી મળી આવી હતી. સરકાર દ્વારા નિમાયેલ સમિતિનાં અહેવાલ બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કરાર આધારિત કાર્યપાલક ઇજનેરની ફરજ દરમિયાન કરેલ કામોમાં સરકારને નાણાકીય નુકસાનનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. માહિતી અનુસાર, જે તે સમયે બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ (Dhavalsinh Zala) રેડ પાડી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ પણ વાંચો - Government Jobs : શું તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો ? આવ્યા આ મોટા સમાચાર