ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aravalli : Mahakumbh જઈ રહેલા પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 3 નાં મોત

આ અકસ્માતમાં પરિવારનાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
11:22 PM Jan 25, 2025 IST | Vipul Sen
આ અકસ્માતમાં પરિવારનાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Aravalli_Gujarat_first main
  1. મહાકુંભ જઈ રહેલા Aravalli નાં પરિવારને નડ્યો અકસ્માત, 3 નાં મોત
  2. મધ્યપ્રદેશનાં જબલપુર પાસે કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત
  3. પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં મોત, 2 લોકો ઇજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં યોજાઈ રહેલા 'મહાકુંભ' મેળાની (Mahakumbh 2025) વિશ્વભરમાંથી લોકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભ મેળામાં પહોંચી રહ્યા છે. દરમિયાન, મહાકુંભ જઈ રહેલા અરવલ્લીનાં (Aravalli) પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં પરિવારનાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો - Padma Awards-2025 : ગુજરાતની આ 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડથી કરાશે સન્માનિત, જાણો લિસ્ટ

જબલપુર પાસે પરિવારને નડ્યો અકસ્માત, 3 નાં મોત

માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના (Aravalli) ધનસુરાનાં લાલુકંપાનો એક પરિવાર મહાકુંભ મેળાની મુલાકાત લેવા માટે પ્રયાગરાજ (Prayagraj) થઈ રહ્યો હતો. દરમિયાન, મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) જબલપુર પાસે પરિવારની કાર અચાનક ડિવાઇડર સાથે ટકરાયા બાદ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પરિવારનાં 3 લોકોનાં સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. માહિતી અનુસાર, આ અકસ્માતમાં પતિ, પત્ની સહિત 3 લોકોનાં મોત નીપજ્યા છે.

આ પણ વાંચો - જનસામાન્યનાં પ્રસંગને વડીલતુલ્ય ભાવ સાથે સાચવી લેતા CM Bhupendra Patel

પતિ, પત્ની સહિત 3 લોકોનાં મોત, 2 ઘવાયા

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર પુનાથી ધનસુરા થઈ મહાકુંભમાં દર્શન માટે જઈ રહ્યો હતો. મધ્યપ્રદેશ પોલીસે ગુજરાતની અરવલ્લી પોલીસનો સંપર્ક સાધી મૃતકોનાં સગા-સંબંધીઓનો સંપર્ક કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો - Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે

Tags :
2025 Prayagraj Kumbh MelaAravalliBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsJabalpurLatest News In GujaratiMadhya PradeshMahakumbhMahakumbh MelaNews In GujaratiPrayagrajRaod AccidentUttar Pradesh
Next Article