ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Shaurya Yatra : અરૂણાચલ પ્રદેશથી બાઈક પર નીકળેલા જવાનો 4 હજાર કિમીનું અંતર કાપી કચ્છ પહોંચ્યા

શહીદ દિનનાં દિવસે અરૂણાચલ પ્રદેશથી કચ્છનાં રણ સુઝી જવાનો દ્વારા બાઈક પર શોર્ય યાત્રા યોજી હતી. આર્મીનાં 12 જેટલા જવાનોએ બાઈક રેલી યોજી કચ્છનાં સફેદ રણ ખાતે પહોંચ્યા હતા. આ બાઈક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એક બારત શ્રેષ્ઠ ભારત રહ્યો હતો.
05:57 PM Mar 24, 2025 IST | Vishal Khamar
શહીદ દિનનાં દિવસે અરૂણાચલ પ્રદેશથી કચ્છનાં રણ સુઝી જવાનો દ્વારા બાઈક પર શોર્ય યાત્રા યોજી હતી. આર્મીનાં 12 જેટલા જવાનોએ બાઈક રેલી યોજી કચ્છનાં સફેદ રણ ખાતે પહોંચ્યા હતા. આ બાઈક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય એક બારત શ્રેષ્ઠ ભારત રહ્યો હતો.

23 માર્ચ શહીદ દિવસનાં દિવસે વીર શહીદનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારે અરૂણાચલ પ્રદેશનાં વિજયનગરથી કચ્છનાં સફેદ રણ સુધી આર્મીનાં જવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં આર્મી, એરફોર્સ અને બીએસએફનાં 12 જેટલા જવાનોએ ભાગ લીધો હતો. તેમજ આ બાઈક રેલી 9 રાજ્યમાંથી 4000 કિલોમીટરનું અંતર કાપીને કચ્છનાં સફેદ રણમાં સમાપ્ત કરવામાં આવી હતી.

23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે

સમગ્ર ભારતમાં તા. 23 માર્ચનાં રોજ શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારી એટલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ. માં ભારતીના આ ત્રણેય સપૂતોએ બ્રિટીશરાજના પાયા હચમચાવી નાંખ્યા હતા. 23 માર્ચસ 1931ના દિવસે પંજાબના હુસૈનીવાલામાં આ ત્રણેય વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઈ હતી. આ ક્રાંતિકારી વીરોની યાદમાં દર વર્ષે 23 માર્ચેને શહીદ દિવસ એટલે કે બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Rajkumar Jat case : રાજકોટનાં ન્યૂરો સર્જને આપ્યું મોટું નિવેદન, ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દા

આર્મીનાં જવાનો સાથે મુલાકાત કરી

અરૂણાચલ પ્રદેશનાં 10 માર્ચનાં રોજ વિજયનગરથી 12 જેટલા આર્મીનાં જવાનો બાઈક લઈને નીકળ્યા હતા. જેઓ દેશના 9 રાજ્યોમાંથી પસાર થઈ 4000 કિલોમીટરનું અંતર કાપી કચ્છનાં સફેદ રણ ખાતે પહોંચ્યા હતા. આર્મીનાં જવાનો દ્વારા આ શોર્ય યાત્રા દરમ્યાન આર્મીનાં ભૂતપૂર્વ જવાનો સાથે મુલાકાત પણ કરી હતી.

આ પણ વાંચોઃ Aravalli: જીલ્લા પંચાયત સદસ્યોએ DDO પર કર્યા આક્ષેપ, સામાન્ય સભાનો બહિષ્કાર કરવાની ચીમકી

શોર્ય યાત્રાનું લોકો દ્વારા સ્વાગત કરાયું

યુવાનોમાં દેશ ભક્તિની ભાવનાં જાગૃત થાય તેમજ દેશનાં યુવાનોમાં દેશ ભક્તિનો ઉત્સાહ જાગે તે માટે તેમજ આવનારા સમયમાં રાષ્ટ્રનાં નિર્ણાણમાં યુવાનો તેમનો ફાળો આપે તે માટે આ શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે અરૂણાચલ પ્રદેશ, જયરામપુર,દિમાપુર, ગુવાહાટી, લિલિગુરી, પટના, ગ્લાલિયર, વારાણસી, ઉદયપુર, અમદાવાદ, ભૂજ થઈ કચ્છનાં સફેદ રણ ખાતે પહોંચેલ શોર્ય યાત્રાનુ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad : એચ.કે. કોલેજમાં લુખ્ખા તત્વોનો આતંક! વિદ્યાર્થીઓમાં રોષ, આવેદન પત્ર આપી કરી આ માગ

Tags :
Army jawans hold bike rallyGujarat FirstGUJARAT FIRST NEWSIndian-ArmyKutch White DesertShaurya DiwasShaurya Yatra
Next Article