Gir Somnath: સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુ-ટ્યુબર ‘રોયલ રાજા’ ઊર્ફે દીનેશ સોલંકી પર હુમલો
- ઘંટીયા ગામ પાસે દિનેશ સોલંકીને માર મારવાનો બનાવ
- ઈજાગ્રસ્ત યુ ટ્યુબરને વેરાવળ સિવિલ ખસેડાયો
- યુ-ટ્યુબર ‘રોયલ રાજા’ને માર મારવાનું કારણ અકબંધ
Gir Somnath: ઘંટીયા ગામ ના ફાટક નજીક યુ-ટયૂબરો વચ્ચે જૂના મનદુખના કારણે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે, રોયલ રાજાનું અપરણ કરીને લૂંટ ચલાવી અને ઢોર માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. હુમલાખોરોએ મારતી વખતે ટીકટોક ફેઈમ કીર્તિ પટેલને વીડીયો કોલ કર્યો હતો. કીર્તી પટેલે કહ્યુ કે, ‘રોયલ રાજાની મૂછ અને વાળ કાપી નાખો’. જેથી હુમલાખોરો એ મૂછ અને વાળ કાપી નાખ્યા અને મૂઢ માર મારી 28 હજાર લૂટી ત્રણ કારમાં હુમલાખોરો ફરાર થયા હતાં. ઈજા પામનાર રોયલ રાજા ઊર્ફે દિનેશ ને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Kutch: બાલાજીના નમકીનમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, વેફર્સના પેકેટમાં નીકળી ગરોળી
10 થી વધુ શખ્શોએ અપહરણ કર્યું અને ઢોરમાર માર્યો
આજે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામના ફાટક પાસે નજીકના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીને ત્રણ કારમાં આવેલા બે મહિલા સહિત 10 થી વધુ શખ્શો એ કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી. જ્યાં રોયલ રાજાના કપડા ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ ગળામા પહેરેલ સોનાનો ચેઈન તથા 28 હજાર રોકડા રૂપિયાની લૂટ કર્યાની સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રોયલ રાજા ઊર્ફે દિનેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: ‘હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી’ દેવાયત ખવડ વિવાદને લઈને ગુજરાત ફર્સ્ટ પાસે EXCLUSIVE ઓડિયો ક્લિપ
સુત્રાપાડાના ઘંટીયા ગામ નજીક યુ-ટ્યુબર પર હુમલો
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોયલ રાજા ઊર્ફે દિનેશે હોસ્પિટલ માં પોલીસને નિવેદનમાં જણાવ્યું છે કે, પોતાએ થોડા સમય પહેલા યૂ ટ્યૂબ માં ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ તેમને મિત કાના, અર્જુનસિંહ, કાનો અને સિધ્ધરાજ સાથે માથાકૂટ થયેલી હતી. પોતે તેની સામે પોલીસ ફરીયાદ પણ કરેલી. ત્યારબાદ આજે પોતે ઘંટીયા ફાટક પર રીલ બનાવી રહ્યા હતા. ત્યારે ત્રણ કારમાં તેર જેટલા લોકો આવ્યાં હતાં. જેમાં બે મહિલાઓ પણ હતી. જે બધા મને ઉઠાવીને કારમાં જ માર મારતા એક ગોળના રાબડા પર લઈ ગયા. જ્યાં મને નિર્વસ્ત્ર કરી, ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો. મારા ગળામાં પહેરેલો સોનાનો ચેન તેમજ ખિસ્સામાં રહેલા 28 હજાર રૂપિયા રોકડા તે લોકો લૂંટી અને જતા રહ્યા હતા. મને ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને બે દિવસમાં જાનથી મારી નાખશું. મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય સજા થાય.