Banaskantha: આવલ ગામે રીંછ ઘૂસ્યું, રહેણાક વિસ્તારમાં મચી દોડધામ, વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ
- Banaskantha: અમીરગઢના આવલ ગામે રીંછ ઘૂસ્યું, રહેણાક વિસ્તારમાં મચી દોડધામ!
- બનાસકાંઠાના અમીરગઢના આવલ ગામમાં જંગલી રીંછ ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ
- ખોરાકની શોધમાં જેસોર અભ્યારણમાંથી માનવ વસ્તીમાં આવ્યું રીંછ
- ગ્રામજનોએ રીંછનો વીડિયો વાયરલ કરી વન વિભાગને કરી જાણ
- વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન
- રીંછનું સફળ રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરાયું
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના અમીરગઢ (Amirgadh) તાલુકાના આવલ (Aaval) ગામમાં આજે સવારે એક રીંછ (Bear) માનવ વસ્તીમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જેસોર રીંછ અભયારણ્ય (Jessore Sloth Bear Sanctuary) નજીક હોવાને કારણે ખોરાક અને પાણીની શોધમાં આ રીંછ રહેણાક વિસ્તાર સુધી આવી ચઢ્યું હોવાનું અનુમાન છે.
Banaskantha: રીંછને જોઈને લોકોમાં નાસભાગ મચી
ગામના મુખ્ય માર્ગો અને રહેણાક સોસાયટીઓમાં અચાનક રીંછને જોઈને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જીવ બચાવવા માટે સ્થાનિકોએ ઘરોમાં પુરાઈ જવાની ફરજ પડી હતી. જોકે, કેટલાક જાગૃત ગ્રામજનોએ હિંમત દાખવી આ રીંછનો વીડિયો (Video) પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો હતો, જેથી આ ઘટનાની જાણકારી વન વિભાગ (Forest Department) સુધી ઝડપથી પહોંચી શકી.
બનાસકાંઠાના અમીરગઢમાં રહેણાક વિસ્તારમાં રીંછ ઘૂસ્યું
આવલ ગામમાં રીંછ જોવા મળતા નાસભાગ મચી
રીંછને જોઈને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો
વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી
જેસોર અભ્યારણ નજીક હોવાથી રીંછ શહેરમાં આવ્યું
ખોરાકની શોધમાં રીંછ માનવ વસ્તીમાં આવી ચઢ્યું
ગ્રામજનોએ… pic.twitter.com/G4WngIdpfQ— Gujarat First (@GujaratFirst) May 23, 2026
વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અધિકારીઓ અને નિષ્ણાત રેસ્ક્યુ (Rescue Operation) ટીમ દ્વારા ભારે જહેમત બાદ રીંછને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ રીંછને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના તેને તેના કુદરતી નિવાસસ્થાન એવા ગાઢ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા ગ્રામજનોને આવી પરિસ્થિતિમાં સંયમ રાખવા અને વન્યપ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગ્રીન ટેક્નોલોજીથી Gujarat ના રસ્તાઓની થશે કાયાપલટ, વિવિધ જિલ્લાના 20 માર્ગો પર કરોડોના ખર્ચે કામ ચાલુ


