Banaskantha: બનાસ ડેરીએ પશુપાલકોને આપી સૌથી મોટી ભેટ, 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો અપાયો
- બનાસ ડેરી દ્વારા 18.52 ટકા ભાવ વધારો જાહેર
- મંડળીઓને ડિબેન્ચર તરીકે 100 કરોડ ચૂકવાશે
- સણાદરમાં 56મી સાધારણ સભામાં નિર્ણય
Banaskantha: આજે બનાસકાંઠાની બનાસ ડેરી (Banas Dairy)ની 56 મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં પશુપાલકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગત વર્ષ કરતાં દૂધનો ભાવ વધારો વધુ આપે તેવી શક્યતાઓ હતી. બનાસડેરીની પશુપાલકોને સૌથી મોટી ભેટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ગુલ્લીબાજ આરોગ્યકર્મીઓનો ઘટસ્ફોટ, આરોગ્ય અધિકારી ચાલુ પગારે...
1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો
વિગતે વાત કરવામાં આવે તો, પશુપાલકોને 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપવામાં આવ્યો છે. બનાસ ડેરી દ્વારા 18.52 ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મંડળીઓને ડિબેન્ચર તરીકે 100 કરોડ ચૂકવાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સણાદરમાં 56મી સાધારણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસડેરીની 56મી સાધારણમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ સતર્ક, Asarwa Civil Hospital માં વધારાઈ સુરક્ષા
18.52 ટકા નફો આપતા પશુપાલકો માં ખુશી
બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો આપ્યો છે. આજની સભામાં 989 કિલો ફેટે વધારો આપતા પશુપાલકોમાં ખુશી જોવા મળી છે. આ સાથે બટાકામાં 10 ટકાનો વધારો આપ્યો છે. હાજરો પશુપાલકોએ ચેરમેન શંકરભાઇ ચૌધરીને અભિનંદન પણ આપ્યા હતા.
આ વર્ષે મંદી હોવા છતાં 1973 કરોડનો ભાવ વધારો
નોંધનીય છે કે, ગત વર્ષે 1952 કરોડ હતો, જ્યારે આ વર્ષે મંદી હોવા છતાં 1973 કરોડનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે 18.52 ભાવ નફા તરીકે આપશે. ઉલ્લેખનીય છે કે, સણાદરમાં યોજાયેલી બનાસ ડેરી (Banas Dairy)ની 56 મી સાધારણ સભામાં ખાસ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોને ઘણો ફાયદો પણ થવાનો છે.