Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : વિદેશીઓને લોન અપાવવાનું કહી ખોટા ચાર્જનાં નામે રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું

કોલ સેન્ટરમાંથી 25 નંગ લેપટોપ, 30 મોબાઈલ ફોન, હેડફોન 19, પ્રિન્ટર નંગ 1 સહિત વસ્તુઓ જપ્ત કરાઈ છે.
banaskantha   વિદેશીઓને લોન અપાવવાનું કહી ખોટા ચાર્જનાં નામે રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું
Advertisement
  1. Banaskantha નાં વાવનાં દીપાસરામાંથી કોલ સેન્ટર ઝડપાયું
  2. ફોન પર ખોટા ચાર્જનાં નામે વિદેશીઓ પાસેથી રૂપિયા પડાવતા હતા
  3. 25 નંગ લેપટોપ, 30 મોબાઈલ, હેડફોન 19, પ્રિન્ટર નંગ 1 સહિત વસ્તુઓ જપ્ત
  4. અલગ અલગ રાજ્યનાં કુલ 16 લોકોની ધરપકડ કરાઈ

બનાસકાંઠામાં (Banaskantha) વાવનાં દીપાસરામાં સાઇબર સેલ ભુજ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લોન આપવાનાં બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન પર ખોટા ચાર્જનાં નામે રૂપિયા પડાવવાનું કૌભાંડ ચલાવતા કોલ સેન્ટરને સાઇબર સેલની (Cyber ​​Cell) ટીમે ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહી હેઠળ કોલ સેન્ટરમાંથી 25 નંગ લેપટોપ, 30 મોબાઈલ ફોન, હેડફોન 19, પ્રિન્ટર નંગ 1 સહિત વસ્તુઓ જપ્ત કરાઈ છે. આ કાર્યવાહીમાં સાઇબર સેલે અલગ-અલગ રાજ્યનાં મહિલા-પુરુષ મળી કુલ 16 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો - Gujarat Police : રાજકોટ, જામનગર, દ્વારકામાં મેગા ઓપરેશન, 42 ટાપુ પર તપાસનો ધમધમાટ

Advertisement

સાઇબર સેલની દીપાસરા ગામે મોટી કાર્યવાહી

બનાસકાંઠાનાં (Banaskantha) વાવનાં દીપાસરા ગામે સાઇબર સેલ ભુજે બાતમીનાં આધારે કાર્યવાહી કરી વિદેશી નાગરિકો પાસેથી રૂપિયા પડાવતું કોલ સેન્ટર (Call Center) ઝડપી પાડ્યું છે. કોલ સેન્ટરમાંથી 25 નંગ લેપટોપ, 30 મોબાઈલ ફોન, હેડફોન 19, પ્રિન્ટર નંગ 1 સહિત વસ્તુઓ જપ્ત કરાઈ છે. સાથે જ મહિલા-પુરુષ મળી કુલ 16 લોકોની ધરપકડ કરાઈ છે. સાઇબર સેલની તપાસમાં જાણવા મળ્યું કે, આ કોલ સેન્ટરમાં વિદેશી નાગરિકોનાં બેન્ક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ-અલગ ચાર્જનાં નામે રૂપિયા પડાવવાનું કૌભાંડ ચાલતું હતું.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : જાણીતી શાળાને FRC એ ફટકાર્યો રૂ. 3 લાખનો મસમોટો દંડ

કુલ રૂ. 8,36,900 નો મુદ્દામાલ કબજે કરાયો

આ કાર્યવાહીમાં સાઇબર સેલે તમામ ઝડપાયેલા લોકોનાં વ્યક્તિગત 20 મોબાઈલ, રોકડ રકમ રૂ. 36,000 સહિત કુલ રૂ. 8,36,900 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ધરપકડ કરાયેલ આરોપીઓમાં મૂળ આણંદ, યુપી, મિઝોરમ, કોલકતા, નાગલેન્ડ સહિત હિમાચલ પ્રદેશનાં હોવાનું સામે આવ્યું છે. આ મામલે સાઇબર સેલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધરપકડ થયેલ આરોપીઓની વિગત : 

1) અમીશ ધર્મેન્દ્ર પટેલ (ઉ. 25, રહે. યુપી)
2) રોનકકુમાર મહીડા (ઉ. 21, રહે. આણંદ)
3) લાલનુપૂઈ ડો/ઓ રૌફંઝુવા હૌહનાર (ઉ. 25, રહે. મિઝોરમ)
4) નંદનદાસ રાજારામદાસ (ઉ. 27, રહે. કોલકાતા)
5) મહિલા આરોપી વાનલાલથજુયલ રાલટે (ઉ. 21, રહે. મિઝોરમ)
6) મહિલા આરોપી મેલોડી લાલમાંગીજુલાઈ (ઉ. 20, રહે. મિઝોરમ)
7) પ્રિન્સસાવ પવનસાવ (ઉ. 25, રહે. કોલકાતા)
8) કુંદનકુમાર દાસ (ઉ. 28, રહે. કોલકાતા)
9) ઇપલો વિકૂટો ચોપી (ઉ. 22, રહે. નાગાલેન્ડ)
10) અંકુવ યેપાઠોમીન (ઉ. 23, રહે. નાગાલેન્ડ)
11) મહિલા આરોપી જુલિએટ લાલીયુલીકાના (ઉ. 23, રહે. મિઝોરમ)
12) મહિલા આરોપી લોવીકા કિહો (ઉ. 26, રહે. નાગાલેન્ડ)
13) કનૈયાકુમાર ઝા (ઉ. 25, રહે. કોલકાતા)
14) મહિલા આરોપી મીમી લાલલીનીયાના (ઉ. 23, રહે. મિઝોરમ)
15) ચિરાગ રાવલ (ઉ. 35, રહે. નિઝામપુરા)
16) વિશાલ ઠાકુર (ઉ. 28, રહે. હિમાચલપ્રદેશ)

મુખ્ય આરોપી (પકડવાનો બાકી)

17) સ્વપનીલ ઉર્ફે સેમ પટેલ (અમદાવાદ)

આ પણ વાંચો - Dohod ની ઘટના બાદ કોંગ્રેસનાં સરકાર પર પ્રહાર, મહિલા સુરક્ષા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

Tags :
Advertisement

.

×