Banaskantha: MP Geniben Thakor પર બરાબરના બગડ્યા ભુવાજી, કહ્યું-" બીજીવાર વિચારીને બોલજો"
- અંધશ્રદ્ધા મુદ્દે હવે સાંસદ વર્સીસ ભુવાજીની લડાઈ!
- સાંસદ ગેનીબેનના (MP Geniben Thakor) નિવેદન પર ભુવાજીની ચેલેન્જ
- ભુવાજીએ ધૂણીને કહ્યું બીજીવાર વિચારીને બોલજો
- સવાસો ગેંગ હોય એનાથી ફરક નથી પડતોઃ ભુવાજી
- ડોક્ટર, નેતાઓ દુ:ખ બંધ કરે તો હું દેરું જુઠ્ઠું છુંઃ ભુવાજી
- માર્કેટમાં ભુવા ઉભા રહે એ માણસની જીત થાયઃ ભુવાજી
- મારી 5 હજાર બાધાઓ ચાલે છેઃ અરવિંદ ભુવાજી
- અરવિંદ ભુવાજીનો ધૂણીને ચેલેન્જ આપતો વીડિયો
- ગેનીબેને કહ્યું હતું કે ઘરે-ઘરે ભુવાઓ પેદા થયા છે
- ભુવાઓ અંધશ્રદ્ધાને પ્રેરિત કરવાનું નેટવર્કઃ ગેનીબેન
બનાસકાંઠાના (Banaskantha) લોકસભા સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) અને ભુવાજી હવે આમને સામને આવી ગયા છે થોડા દિવસ પહેલા સાંસદ ગેનીબેન ઠાકોરએ થરાદમાં ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજમાં ચાલતી અંધશ્રદ્ધાથી દૂર રહેવા સમાજને ટકોર કરતા ભૂવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.આ મામલે બનાસકાંઠાના એક ભુવાએ ગેનીબેન ઠાકોરને ચેલેન્જ આપી છે. હાલમાં અરવિંદ ભુવાજીનો ધૂણીને ચેલેન્જ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સાંસદ ગેનીબેનના (MP Geniben Thakor) નિવેદન પર ભુવાજીની ચેલેન્જ
બનાસકાંઠા લોકસભા બેઠકનાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર અને સ્થાનિક પ્રખ્યાત ભુવા અરવિંદ ભુવાજી હવે આમને સામને આવી ગયા છે. થોડા દિવસ પહેલાં થરાદમાં ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ગેનીબેને ઠાકોર સમાજને અપીલ કરી હતી કે, “ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગયા છે, આ અંધશ્રદ્ધાનું નેટવર્ક બંધ કરો, લોકોને ઠગવાનું બંધ કરો.” આ નિવેદનથી નારાજ થયેલા અરવિંદ ભુવાજીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભુવાજીએ ગેનીબેનને ચેલેન્જ આપતાં કહ્યું:“ગેનીબેન, બીજી વખત વિચારીને બોલજો. સવાસો ગેંગ હોય કે 1500 ગેંગ હોય, મને કોઈ ફરક નથી પડતો.” ,“ડોક્ટરો, વકીલો, નેતાઓ અને પોલીસ એમને લાવો. લોકોનું દુઃખ 5 મિનિટ પણ બંધ કરી દે તો હું માની લઈશ કે હું જુઠ્ઠો છું અને દેરું બંધ કરી દઈશ.” “મારી પાસે હાલ 5 હજારથી વધુ બાધાઓ ચાલે છે. માર્કેટમાં ભુવા ઉભા રહે એ માણસની જીત થાય.”
ગેનીબેન ખુલ્લી ચેલેન્જનો કેવી રીતે આપશે જવાબ?
આ વીડિયો બાદલ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ગેનીબેન અંધશ્રદ્ધા અને ઠગાઈ સામે લડી રહ્યાં છે, તો બીજી તરફ ભુવાજીઓ પોતાના વ્યવસાય અને આસ્થાના નામે આકરો વિરોધ કરી રહ્યા છે.હવે જોવાનું એ રહેશે કે આ “સાંસદ VS ભુવાજી”ની લડત ક્યાં સુધી ચાલે છે અને ગેનીબેન આ ખુલ્લી ચેલેન્જનો કેવી રીતે જવાબ આપે છે?
આ પણ વાંચો: Bhavnagar: પુરપાટ ઝડપે આવતી કારે મહિલાને મારી ટક્કર, 15 કલાક બાદ પણ ડ્રાઈવર પોલીસ પકડથી દૂર