Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha ના આ ખેડૂતને સલામ: રખડતી ગાયો માટે 5 વીઘાનો લીલીછમ બાજરીનો પાક ખુલ્લો મૂક્યો

Inspiring Farmer Story: બનાસકાંઠાના (Banaskantha) ધાનેરામાં (Dhanera) ખેડૂત પ્રકાશ તરકે (Prakash Tarak) ગૌસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રખડતી ગાયોની દયનીય સ્થિતિ જોઈ ભાવુક બનેલા ખેડૂતે પોતાનો 5 વીઘાનો તૈયાર લીલીછમ બાજરીનો પાક ગાયોને ચરવા માટે ખુલ્લો મૂકી દીધો છે. ખેડૂતના આ નિઃસ્વાર્થ નિર્ણય અને ગૌભક્તિની સમગ્ર પંથકમાં ચારેબાજુ ભારે પ્રશંસા થઈ રહી છે.
banaskantha ના આ ખેડૂતને સલામ  રખડતી ગાયો માટે 5 વીઘાનો લીલીછમ બાજરીનો પાક ખુલ્લો મૂક્યો
Advertisement

Dhanera Farmer: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ધાનેરા (Dhanera) પંથકમાંથી ગૌસેવા અને માનવતાનું એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે. અહીંના એક સ્થાનિક ખેડૂત પ્રકાશ તરક (Prakash Tarak) નામના પ્રગતિશીલ અને દયાળુ ખેડૂતે ગૌમાતા પ્રત્યેની પોતાની અતૂટ લાગણી વ્યક્ત કરી સમાજને નવી રાહ ચીંધી છે. ઉનાળાની આકરી ગરમીમાં અને ઘાસચારાની અછત વચ્ચે રખડતી ગાયોની દયનીય સ્થિતિ જોઈને પ્રકાશભાઈ ભાવુક બની ગયા હતા. તેમણે ગાયોની ભૂખ મિટાવવા માટે એક એવો નિઃસ્વાર્થ નિર્ણય લીધો જેની આજે ચારેય તરફ ભારે પ્રશંસા થઈ રહી છે.

રૂપિયા કમાવાને બદલે પુણ્ય કમાવવાનું નક્કી કર્યું

સામાન્ય રીતે ખેડૂતો રાત-દિવસ એક કરીને ખેતરમાં પાક ઉછેરતા હોય છે જેથી તેને બજારમાં વેચીને સારો નફો કમાઈ શકાય. પરંતુ પ્રકાશ તરકે (Prakash Tarak) આર્થિક લાભ મેળવવાને બદલે પુણ્ય કમાવવાનો માર્ગ પસંદ કર્યો. તેમણે પોતાના ખેતરમાં વાવેલો આશરે 5 વીઘાનો તૈયાર બાજરીનો (Pearl Millet) પાક ગૌમાતા માટે અર્પણ કરી દીધો છે. ખેતરમાં ઊભેલી લીલીછમ બાજરી અને તેના પર આવેલા ડુંડા ગાયો ચરી શકે તે માટે તેમણે પોતાના ખેતરના દ્વાર ખુલ્લા મૂકી દીધા છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

સમગ્ર પંથકમાં ચર્ચા અને પ્રશંસાની સરવાણી

ખેડૂતના આ અનોખા સેવાકાર્યની જાણ થતાં જ આજુબાજુના વિસ્તારોમાંથી રખડતી અને નિરાધાર ગાયો આ ખેતર તરફ વળી છે અને પેટભરીને લીલો ચારો આરોગી રહી છે. ધાનેરા (Dhanera) પંથકમાં ખેડૂતના આ સેવાકાર્યની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. લોકો કહી રહ્યા છે કે આજના સમયમાં જ્યાં માણસ પોતાના સ્વાર્થ સિવાય કશું વિચારતો નથી, ત્યાં આ ખેડૂતે પોતાના લાખો રૂપિયાના પાકને ગાયો માટે ન્યોછાવર કરીને સાચી ગૌભક્તિ દર્શાવી છે. પ્રકાશભાઈના આ નિઃસ્વાર્થ અને પ્રેરણાદાયી નિર્ણયની ચારેબાજુ ભારે પ્રશંસા થઈ રહી છે અને અન્ય લોકો પણ આમાંથી પ્રેરણા લઈ રહ્યા છે.

આ પણ વાંચો: Gaumata Poshan Yojana માં મોટા સુધારા, જાણો હવે કોને-કોને મળશે લાભ?

Tags :
Advertisement

.

×