Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskanth Division : વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા મોટા સંકેત!

થરાદનાં કીયાલ ગામ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં લોકોને સંબોધન વખતે તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું.
banaskanth division   વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા મોટા સંકેત
Advertisement
  1. Banaskanth Division બાદ શંકર ચૌધરીએ આપ્યો મોટો સંકેત!
  2. વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બને તેવા સંકેત
  3. થરાદનાં કીયાલ ગામે સંબોધન વખતે આપ્યું મોટું નિવેદન
  4. તમારા નજીકમાં તાલુકો આપીશું : શંકર ચૌધરી

બનાસકાંઠ જિલ્લા વિભાજનનાં (Banaskanth Division) સરકારનાં નિર્ણય બાદ ઠેર ઠેર લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, આ વિરોધ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ (Shankar Chaudhary) મોટો સંકેત આપ્યો છે. વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બને તેવા સંકેત આપ્યા છે. થરાદનાં (Tharad) કીયાલ ગામ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં લોકોને સંબોધન વખતે તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો - Surat : લસકાણા Hit and Run કેસમાં મુખ્ય આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!

Advertisement

વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બને તેવા સંકેત

બનાસકાંઠા જિલ્લાનાં વિભાજન (Banaskanth Division) બાદ કેટલીક જગ્યાએ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે જિલ્લાનાં વિભાજન બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનાં (Shankar Chaudhary) નિવેદને નવી ચર્ચા જગાડી છે. જણાવી દઈએ કે, થરાદનાં કીયાલ ગામ ખાતે સાર્વજનિક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, લોકોને સંબોધિત કરતી વખતે તેમણે વાત વાતમાં વાવ-થરાદ જિલ્લો (Vav-Tharad) બન્યા બાદ રાહ તાલુકો બનવાનાં સંકેત આપ્યા હતા. શંકર ચૌધરીએ લોકોને કહ્યું હતું કે, તમારા નજીકમાં તાલુકો આપીશું.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ધો.12 ની વિદ્યાર્થિનીને કચ્છનાં યુવક સાથે પ્રેમ થયો, પરિવારે ઠપકો આપ્યો તો મોત વ્હાલું કર્યું!

થોડા દિવસમાં તાલુકો પણ બદલાશે : શંકર ચૌધરી

શંકર ચૌધરીએ કહ્યું કે, ગામ કિયાલ તાલુકો તમારા નજીક કરીશું. સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, થોડા દિવસમાં તાલુકો પણ બદલાશે. નવી પેઢીનાં ઉજ્જવલ ભવિષ્ય માટે અને તેમની પ્રગૃતિ થાય તે માટે આ પ્રકારનાં લાંબા ગાળાનાં કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનાં વિભાજન બાદ ભાભર, દિયોદર, કાંકરેજ સહિતનાં વિસ્તારોમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જાહેર રેલીઓ અને સભાઓ કરીને સરકારને આ અંગે ફરી વિચારણા કરી નિર્ણય લેવા માગ કરાઈ હતી. જો કે, આ વિરોધ વચ્ચે હવે શંકર ચૌધરીના નિવેદન નવી ચર્ચા જગાડી છે.

આ પણ વાંચો - Bharuch : સાંસદ મનસુખ વસાવાનો CM ને પત્ર, પોલીસ અધિકારી સામે કર્યા ગંભીર આક્ષેપ

Tags :
Advertisement

.

×