BANASKANTHA : ડીસામાં નકલી ઘી બાદ હવે નકલી પોલીસકર્મી ઝડપાયો
અહેવાલ - સચિન શેખલીયા રાજયમાં નકલી ધારાસભ્ય, નકલી પી.એ. અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ શખ્સ બનાસકાંઠામાં ડીસામાં પોલીસનું નકલી આઈ. કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી...
Advertisement
અહેવાલ - સચિન શેખલીયા
રાજયમાં નકલી ધારાસભ્ય, નકલી પી.એ. અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. આ શખ્સ બનાસકાંઠામાં ડીસામાં પોલીસનું નકલી આઈ. કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીસામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના નામે અશોક ચૌધરી નામનો અકે યુવક લોકોને પોલીસના નામે હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જીલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ કર્મચારીની ઓળખાણ આપીને લોકો પાસે છેતરપિંડી કરી રહ્યો હતો. જેથી પોલીસે તને શહેરમાંથી દબોચી લીધો છે.
20 વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરીએ અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા છે. આ ઉપરાંત તેની ઠગાઇ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેને કબૂલ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યુ છે કે તેને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સામાન લઈ જતો હતો.અશોક ચૌધરી અત્યારે પોલીસ હીરાસતમાં છે. અશોક ચૌધરી સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઇ બની લોકો સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે, તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આ જ પ્રવૃતિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


