Banaskantha : ગેનીબેન ઠાકોરે ફરી એકવાર શંકર ચૌધરી પર સાધ્યું નિશાન! કહ્યું - એ BJP નાં..!
- Banaskantha નાં થરાદમાં ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા
- કોંગ્રેસની બેઠકમાં અધિકારીઓ પર સાધ્યુ નિશાન
- અધિકારીઓ મનમાની કરે છે લોકશાહીમાં માનતા નથી: ગેનીબેન
- વિધાનસભાના અધ્યક્ષને ગણાવ્યા BJP નાં અધ્યક્ષ
બનાસકાંઠામાં (Banaskantha) સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની (Congress) બેઠકમાં અધિકારીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, અધિકારીઓ મનમાની કરે છે લોકશાહીમાં માનતા નથી. આ સાથે તેમણે વિધાનસભાનાં અધ્યક્ષને BJP નાં અધ્યક્ષ ગણાવી નિશાન સાધ્યું હતું. સાથે જ ચૂંટણી લડવા માગતા ઉમેદવારોને ટકોર પણ કરી હતી.
આ પણ વાંચો - રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, GPSC ચેરમેને ઉમેદવારોને કરી આ ખાસ અપીલ
ગેનીબેન ઠાકોરે અધિકારીઓ પર સાધ્યું નિશાન
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થવાની બાકી છે. જો કે આ પહેલા ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓએ એક બીજા પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસની એક બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ ગેનીબેને (MP Geniben Thakor) અધિકારીઓ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે અધિકારીઓ પર નિશાન સાધતા કહ્યું કે, અધિકારીઓ મનમાની કરે છે લોકશાહીમાં માનતા નથી.
Banaskantha : થરાદમાં ચૂંટણી લડવા માગતા ઉમેદવારોને ગેનીબેન ઠાકોરે શું કરી ટકોર ? @GenibenThakor #BanasKantha #Tharad #CongressMeeting #ElectionPreparations #MunicipalElection #ElectionCampaign #Gujaratfirst pic.twitter.com/xkDfenwziY
— Gujarat First (@GujaratFirst) December 22, 2024
આ પણ વાંચો - VADODARA : રીઢા આરોપીને ત્યાંથી ચોરીના મુદ્દામાલ સાથે પિસ્તોલ-કારતુસ રિકવર
વિધાનસભાનાં અધ્યક્ષને BJP ના અધ્યક્ષ ગણાવ્યા!
ઉપરાંત, તેમણે વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા હતા. ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીને ભાજપનાં અધ્યક્ષ ગણાવ્યા હતા. જણાવી દઈએ કે, બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં થરાદ ખાતે નગરપાલિકાની ચૂંટણીનાં આગોતરા આયોજન અર્થે કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠકમાં ગેનીબેને ઉમેદવારોને પણ ટકોર કરી હતી અને કહ્યું હતું કે, પોતાનાં ડોક્યુમેન્ટ પહેલાથી જ તૈયાર કરી દો. કારણ કે આ સમયનાં અધિકારીઓ મનમાની કરે છે, લોકશાહીમાં માનતા નથી.
આ પણ વાંચો - VADODARA : ઝઘડિયા દુષકર્મ પીડિતાના પરિવારની મુલાકાત લેતા શક્તિસિંહ ગોહિલ