ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : 12 વર્ષે 29 પરિવાર વતન પરત ફર્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરાવ્યું પુનર્વસન

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 29 આદિવાસી પરિવારોનું પુનર્વસન કરાવ્યું હતું. અંબાજીમાં ગબ્બર પોલીસ ચોકીનું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન પણ કર્યું હતું.
11:16 PM Jul 17, 2025 IST | Vipul Sen
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 29 આદિવાસી પરિવારોનું પુનર્વસન કરાવ્યું હતું. અંબાજીમાં ગબ્બર પોલીસ ચોકીનું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન પણ કર્યું હતું.
HarshSanghavi_Gujarat_First
  1. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી યાત્રાધામ અંબાજી પહોંચ્યા (Banaskantha)
  2. અંબાજીમાં ગબ્બર પોલીસ ચોકીનું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું
  3. ગબ્બર ચોકીના ઉદ્ધાટન બાદ ગૃહમંત્રી અંબે માતાજીના દર્શને પહોંચ્યા
  4. મંદિર દર્શન ટ્ર્સ્ટના મીટિંગ હોલમાં ટ્રસ્ટી, અધિકારીઓ સાથે બેઠક
  5. આ વખતે પણ રંગેચંગે ભાદરવી પૂનમનો મેળો ભરાશે: હર્ષભાઈ સંઘવી

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના (Danta) મોટા પીપોદરા ગામે આજે સવારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમનું સ્વાગત કરવા માટે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી અંતરિયાળ ગામે આવ્યા ત્યારે બહેનોએ તેમનું ફૂલહારથી સન્માનભેર સ્વાગત કર્યું હતું. સૌથી પહેલા ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને (Harsh Sanghavi) આવકાર આપવામાં આવ્યા હતા. અહીં, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ 29 આદિવાસી પરિવારોનું પુનર્વસન કરાવ્યું હતું. ઉપરાંત, અંબાજીમાં ગબ્બર પોલીસ ચોકીનું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન પણ કર્યું હતું.

12 વર્ષ પહેલા સ્થળાંતર કરનારા 29 પરિવારોનું ગૃહ રાજ્યમંત્રીએ પુનર્વસન કરાવ્યું

જણાવી દઈએ કે, આદિવાસી સમાજનો એક કુરિવાજ 'ચડોતરું' એટલે કે વેર લેવાની પરંપરા... આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના (Danta) મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદાર્વી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (Harsh Sanghavi) માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો હતો. ગ્રામ પંચાયતનાં આગેવાનો તથા બંને સમુદાયના (Tribal Community) આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરી હતી. આ પરિવારોની આ ગામમાં 8.5 હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે (Banaskantha Police) આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ (Banaskantha) સાથે સંકલનમાં રહીને કરી હતી. ઝાડી-ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરાઈ છે.

આ પણ વાંચો  -Banaskantha : 12 વર્ષ પહેલા ગામ છોડી જનારા 29 આદિવાસી પરિવારનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પુનર્વસન કરાવશે

પરિવારોની 8.5 હેક્ટર જમીનમાં હર્ષભાઈ સંઘવીએ દાણા નાંખી ખેતીનો પ્રારંભ કરાવ્યો

આ પરિવારોની 8.5 હેક્ટર જેટલી જમીનમાં બ્રાહ્મણ દ્વારા પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. ઉપરાંત, રિબિન કાપીને ગૃહ રાજ્યમંત્રીએ સરકારી યોજના બેઠળ બનેલ આવાસ ખુલ્લું મૂક્યું હતું. દરમિયાન, યુવતીઓ મોબાઈલ વડે સેલ્ફી પણ લીધી હતી. ઝાડી-ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેતી શરુ કરાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેતરમાં દાણાઓ નાંખીને ખેતીનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી 12 વર્ષ અગાઉ ચડોતરૂ પ્રથાથી (Chadotaru) ગામ છોડીને ગયેલા તમામ 29 પરિવાર અને 300 સભ્યો આજનાં કાર્યક્રમમા ખાસ હાજર રહ્યાં હતા. આજનાં કાર્યક્રમમાં રેન્જ IG ચિરાગ કોરડિયા ,બનાસકાંઠા કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિત સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર હાજર રહ્યું હતું.

આ પણ વાંચો  -Sabar Dairy Protest: અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ચોથા દિવસે પણ સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત

અંબાજીમાં ગબ્બર પોલીસ ચોકીનું હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજીમાં (Ambaji) ગબ્બર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. યાત્રીઓને સુરક્ષા મળી રહે તે માટે પોલીસ ચોકીનું નિર્માણ કરાયું છે. ગબ્બર ચોકીનાં ઉદ્ધાટન બાદ ગૃહમંત્રી અંબે માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. અંબાજી મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરાયું હતું. મંદિર દર્શન ટ્ર્સ્ટનાં મીટિંગ હોલમાં ટ્રસ્ટી, અધિકારીઓ સાથે તેમણે મહત્ત્વની બેઠક પણ કરી હતી. બેઠકમાં ભાદરવી પૂનમનાં મહામેળાને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ અંબાજીનાં વિકાસને લઈ બનનાર કોરિડોર બાબતે ચર્ચાઓ પણ થઈ હતી. આ વખતે પણ રંગેચંગે ભાદરવી પૂનમનો મેળો ભરાશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું હતું.

આ પણ વાંચો  -Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની પસંદગી

Tags :
AmbajiBanaskanthaBanaskantha PoliceChadotaruDantaDistrict Police Chief Akshay Raj MakwanaGabbar Police Chowkigujaratfirst newsHarsh SanghaviKodarviMota Pipodra VillagePalanpurSuratTop Gujarati NewsTribal Community
Next Article