Banaskantha : MP Geniben Thakor નો અનોખો અંદાજ, રાજનીતિ બાદ ક્રિકેટમાં મેદાનમાં ઉતર્યાં, જુઓ Video
- સાંસદ Geniben Thakor અલગ અંદાજમાં દેખાયા
- અંબાજી GMDC ક્રિકેટ મેદાનમાં બેટિંગ કરતો વીડિયો આવ્યો સામે
- અંબાજી મંદિરે પહોંચી માતાજીનાં દર્શન કરી આશીર્વાદ લીધા
- વ્યાયામનાં શિક્ષકો અને ગ્રાઉન્ડની ઘટ સહિતનાં મુદ્દાઓ પર સરકારને ઘેરી
બનાસકાંઠા (Banaskantha) લોકસભાથી સાંસદ ગેનીબેન ઠાકોર તેમનાં નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. જો કે, ફરી એકવાર સાંસદ ગેનીબેન ઠાકોરનો અલગ અને અનોખો અંદાજ જોવા મળ્યો છે. ક્રિકેટનાં મેદાન પર બેટિંગ કરતા ગેનીબેન ઠાકોરનો (Geniben Thakor) વીડિયો સામે આવ્યો છે. દરમિયાન, તેમણે સ્થાનિક પ્રશ્નોને લઈ રાજ્ય સરકારને પણ ઘેરી હતી.
આ પણ વાંચો - સાઉથ સુપર સ્ટાર Actor Unni Mukundan નું Ahmedabad સાથે છે આ ખાસ કનેક્શન
અંબાજીમાં ક્રિકેટનાં મેદાન પર ગેનીબેને ઠાકોરે કરી બેટિંગ
બનાસકાંઠા લોકસભા બેઠકથી સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા. અહીં, ગેનીબેન ઠાકોરે અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન કર્યા હતા. અંબાજી મંદિરનાં (Ambaji) મહારાજ દ્વારા તેમને આશીર્વાદ સ્વરૂપે ચુંદડી આપવામાં આવી હતી. ત્યાર બાદ સાંસદ ગેનીબેન અંબાજી GMDC મેદાન ખાતે યોજાઈ રહેલા ક્રિકેટ ટુર્નામેન્ટનાં કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા અને 32 ટીમનાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દરમિયાન, ગેનીબેન ઠાકારે ક્રિકેટનાં મેદાનમાં બેટિંગ પણ કરી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગેનીબેન અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો - Pavagadh ખાતે આધ્યાત્મિક મહત્વ ધરાવતી પરિક્રમા યાત્રાનો આજથી શુભારંભ
વિવિધ મુદ્દાઓને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર!
જણાવી દઈએ કે, અંબાજી શક્તિપીઠની (Ambaji) વાત કરવામાં આવે તો હાલમાં ગ્રામ પંચાયત હસ્તકનું કોઈપણ ગ્રાઉન્ડ નથી. GMDC હસ્તકનું ગ્રાઉન્ડ છે, જેનો હાલમાં વહીવટ GMDC સંભાળે છે. ક્રિકેટ પ્રેમીઓ અને ગ્રામજનોએ સાંસદને આ અંગે રજૂઆત કરી હતી. આથી, ગેનીબેને ગુજરાત અને બનાસકાંઠાની (Banaskantha) સરકારી શાળાઓમાં વ્યાયામનાં શિક્ષકો અને ગ્રાઉન્ડ ન હોવાનાં મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, 'ખેલ સે ગુજરાત, રમશે ગુજરાત' પણ મેદાન અને શિક્ષક ન હોવાનાં લીધે શાળાની કફોડી હાલત થઈ રહી છે. આ સાથે સાંસદે અલગ-અલગ મુદ્દાઓને લઈને પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.'
આ પણ વાંચો - Gondal : ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવું હત્યાનું કાવતરું, હકીકત જાણી તમે પણ ચોંકી જશો!