Banaskantha : પાકિસ્તાનના ઘૂસણખોરને BSF દ્વારા ઠાર મરાયો, સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ
- બનાસકાંઠા સરહદે Pakistan દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ
- BSF ના જવાનોએ ઘૂસણખોરને માર્યો ઠાર
- ગોળી મારતા પહેલા BSF દ્વારા અપાઈ હતી ચેતવણી
Banaskantha : ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિ છે. તેમ છતાં Pakistan દ્વારા અવાર નવાર યુદ્ધ વિરામ ભંગ કરવામાં આવે છે. પાકિસ્તાન તેની નાપાક હરકતો યથાવત રાખે છે આ વાતની સાબિતી સમાન ઘટના ગતરાત્રે બનાસકાંઠાની સરહદે બની હતી. એક પાકિસ્તાનીએ ભારતની સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. બોર્ડર સીક્યુરિટી ફોર્સિસ દ્વારા તેને ઠાર મરાયો હતો.
પહેલા ચેતવણી અપાઈ
ગત રાત્રે બનાસકાંઠાને અડીને આવેલ પાકિસ્તાન સરહદે એક શખ્સ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતની BSF દ્વારા આ શખ્સના પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો. બનાસકાંઠા અને Pakistan વચ્ચેની સરહદે એક શખ્સ ઘૂસણખોરી કરી રહ્યો હોવાનું BSFને માલૂમ પડ્યું હતું. આ જાણકારી મળ્યા બાદ BSF એક્શન મોડમાં આવી ગઈ હતી. BSF દ્વારા આ ઘૂસણખોરને પહેલા ચેતવણી પણ અપાઈ હતી. જો કે તેને ચેતવણી અવગણીને સરહદ પર ઘૂસણખોરી ચાલુ રાખી હતી. વર્તમાન સંજોગો જોતા BSF દ્વારા આ શખ્સને ઠાર મારી દેવાયો હતો.
Banaskantha સરહદે Pakistan ની ઘૂસણખોર ઠાર મરાયો । Gujarat First@BSF_India #Banaskantha #IndiaPakistanBorder #BSF #BorderSecurity #NationalSecurity #gujaratfirst pic.twitter.com/VX2Crc8nKQ
— Gujarat First (@GujaratFirst) May 24, 2025
આ પણ વાંચોઃ VADODARA : પેલેસ્ટાઇન અને ભારતના ઝંડા સાથેના વીડિયોએ ચર્ચા જગાવી, તાંદલજા કનેક્શનનું રહસ્ય
BSF ની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
આખા વિશ્વમાં ભારતના બોર્ડર સીક્યુરિટી ફોર્સ (Border Security Force-BSF) ની પ્રશંસા કરવામાં આવે છે. આ પ્રશંસા BSF ની સરહદ પર અચૂક સુરક્ષા વ્યવસ્થાને લઈને કરવામાં આવે છે. ભારતની પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે BSF ના જવાનો જીવની પરવાહ કર્યા વિના દિવસ રાત પૂરી નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. જેનું ઉદાહરણ ગત રાત્રે બનાસકાંઠાની સરહદ પર જોવા મળ્યું હતું. ગત રાત્રે Pakistan માંથી એક શખ્સ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરતો હોવાનું BSF ને માલૂમ પડ્યું હતું. BSF ના જવાનોએ પળનોય વિલંબ કર્યા વિના આ શખ્સને કોર્ડન કરી લીધો. પહેલા BSF દ્વારા આ શખ્સને ઘૂસણખોરી ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. આ ચેતવણીને અવગણીને આ ઘૂસણખોરે સરહદ ઓળંગવાનું ચાલું રાખ્યું હતું. અંતે BSF એ વર્તમાન ભારત અને પાકિસ્તાનની તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાને લઈને આ ઘૂસણખોરને ઠાર મારી દીધો હતો.
આ પણ વાંચોઃ Ukraine પર રશિયાના હુમલા બાદ કિવ હાઈ એલર્ટ પર, બે જગ્યાએ લાગી આગ