ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BANASKANTHA : દાંતીવાડાના ઝાત ગામે પુર સંરક્ષણ દીવાલ માત્ર કાગળ ઉપર, ગ્રામજનોએ અનેકવાર રજુઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન

અહેવાલ - સચિન શેખલીયા બનાસકાંઠા જિલ્લાના ઝાત ગામે વર્ષ 2021 - 22 માં સરકારની યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દીવાલ  ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના કારણે માત્ર દિવાલ કાગળ બની છે તેવા ગ્રામજનો આક્ષેપો કરી...
02:41 PM Dec 29, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - સચિન શેખલીયા બનાસકાંઠા જિલ્લાના ઝાત ગામે વર્ષ 2021 - 22 માં સરકારની યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દીવાલ  ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના કારણે માત્ર દિવાલ કાગળ બની છે તેવા ગ્રામજનો આક્ષેપો કરી...
અહેવાલ - સચિન શેખલીયા
બનાસકાંઠા જિલ્લાના ઝાત ગામે વર્ષ 2021 - 22 માં સરકારની યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દીવાલ  ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના કારણે માત્ર દિવાલ કાગળ બની છે તેવા ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે. જોકે ગ્રામજનોએ અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ, છ-છ મહિના સુધી કોઈપણ કાર્યવાહી નહિ કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન અડીને આવેલ દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામના ઝાત ગામે વર્ષ 2021 22 માં સરકારની 15% વિવેકાધીન યોજના અંતર્ગત ગામમાં છગનજી રાજગોરના ઘરની બાજુમાં પુર સંરક્ષણ દીવાલ મંજૂર કરવામાં આવી હતી. જો કે આ દિવાલ રૂપિયા 50,000 ના ખર્ચે બનાવાઈ હતી, પરંતુ આ દિવાલ માત્રને માત્ર કાગળ પર બની હોય તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે જોકે આ બાબતે ગ્રામજનોએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરતા જેને લઇ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
આ અંગે દશરથભાઈ રાજગોર - ગ્રામજનએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં સરકારની યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ ગામના સરપંચ તલાટી અને એસોની મિલીભગતથી આ દિવાલ માત્રને માત્ર કાગળ પર બની છે, અને અનેકવાર રજૂઆત કરી પરંતુ અમારું કોઈ સાંભળતું નથી.તેમજ ગામના આગેવામ ભગરાભાઈ રાજગોરએ જણાવ્યું કે, અમારા ગામમાં રૂપિયા 50,000 ના ખર્ચે દિવાલ બનાવવામાં આવી હતી પરંતુ આ દિવાલ માત્રને માત્ર કાગળ પર બની હોય અથવા આ દિવાલ કોઈ અન્ય જગ્યા પર બનાવી દેવામાં આવી હોય એવુ અમને લાગી રહ્યું છે તો આ દિવાલના રૂપિયા રિફંડ કરવા જો રિફંડ કરવામાં આવે તેવી માંગ છે. ગામના દલપતભાઈ રાજગોરએ કહ્યું કે, અમે છેલ્લા છ મહિનાથી તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ અમારી રજૂઆતોને કોઈ ધ્યાનમાં નથી લેતું, જેથી અમારી દિવાલના પૈસા અમને રીફન્ડ કરો અને આ દીવાલમાં જેમને ભ્રષ્ટાચાર કરે છે તેઓને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો -- KUTCH : ગ્રામ વિકાસ વિભાગના કમિશ્નર અને અન્ય હોદ્દેદારો આવ્યા ભારાસર ગામની મુલાકાતે
Tags :
blind eye.Complaintsflood protectionJhat villageSystemvillagewall
Next Article