Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

વડગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

Fake Ghee in Vadgam : તહેવારો હોય કે રોજિંદું ભોજન, ઘીનું ભારતીય સંસ્કૃતિમાં અતૂટ હિસ્સો છે. પરંતુ, શું તમે જાણો છો કે જે ઘીને તમે 'શુદ્ધ' માનીને લાવો છો, તે વાસ્તવમાં તેલ અને કલરનું મિશ્રણ હોઈ શકે છે? તાજેતરમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામેથી એક આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાખોની કિંમતનું નકલી ઘી ઝડપી પાડ્યું છે.
વડગામમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
Advertisement
  • વડગામના માહીમાં નકલી ઘી (Fake Ghee) બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
  • જૈનમ બ્રાન્ડના નામે ચાલતું નકલી ઘીનું કૌભાંડ બહાર આવ્યું
  • મે. ખુશ્બુ એન્ટરપ્રાઇઝમાં ઓચિંતી તપાસ કરતા માલિક પાસે કોઈ કાયદેસર પરવાનો નહોતો
  • સોયાબીન તેલ, પામોલીન અને વનસ્પતિથી બનાવાતું શંકાસ્પદ ઘી ઝડપાયું
  • એક લિટરના પેકમાં ગાયનું ઘી અને લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો

Fake Ghee in Vadgam : તહેવારો હોય કે રોજિંદું ભોજન, ઘીનું ભારતીય સંસ્કૃતિમાં અતૂટ હિસ્સો છે. પરંતુ, શું તમે જાણો છો કે જે ઘીને તમે 'શુદ્ધ' માનીને લાવો છો, તે વાસ્તવમાં તેલ અને કલરનું મિશ્રણ હોઈ શકે છે? તાજેતરમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ગામેથી એક આવી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાખોની કિંમતનું નકલી ઘી (Fake Ghee) ઝડપી પાડ્યું છે.

કેવી રીતે ફૂડ વિભાગે બિછાવી જાળ?

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (પાલનપુર) ને લાંબા સમયથી વડગામ પંથકમાં નકલી ઘીના વેપલા અંગે બાતમી મળી રહી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ઇ.એસ. પટેલની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી. 09 ફેબ્રુઆરી, 2026 ના રોજ માહી ગામના ગુડલક એસ્ટેટના પ્લોટ નં. 5900 પર આવેલી 'મે. ખુશ્બુ એન્ટરપ્રાઇઝ' નામની પેઢી પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે અધિકારીઓ અંદર પહોંચ્યા, ત્યારે ત્યાંનો નજારો જોઈને તેઓ પણ દંગ રહી ગયા. શુદ્ધ ઘીના નામે ત્યાં કેમિકલ અને સસ્તા તેલનો ખેલ ખેલાઈ રહ્યો હતો.

Advertisement

Fake Ghee in Vadgam, Gujarat First

Advertisement

'જૈનમ' બ્રાન્ડનો નકલી ખેલ (Fake Ghee)

તપાસમાં બહાર આવ્યું કે, આ ફેક્ટરીનો માલિક, અલમદારઅલી અબ્બાસ અલી સુણસરા, કોઈપણ કાયદેસરના લાયસન્સ કે મંજૂરી વગર આ એકમ ચલાવી રહ્યો હતો. આ પેઢી 'જૈનમ' બ્રાન્ડના આકર્ષક પેકિંગમાં નકલી ઘી બનાવીને ગ્રાહકોને છેતરી રહી હતી.

આ પણ વાંચો :  Sabarkantha : જન આરોગ્ય સાથે ચેડાં કરી કરોડોની કમાણી- સત્યા ડેરીમાં નકલી દૂધનો રેકેટ, 71 લાખનો મુદ્દામાલ જપ્ત

કેવી રીતે બનતું હતું આ 'ઝેરી' ઘી?

આપને જાણીને જરૂર નવાઈ લાગશે કે આ ફેક્ટરીમાં 'શુદ્ધ ઘી' બનાવવા માટે દૂધ કે મલાઈનો ઉપયોગ કરવાને બદલે અત્યંત સસ્તા અને હાનિકારક પદાર્થોનું મિશ્રણ તૈયાર કરવામાં આવતું હતું. સૌ પ્રથમ, સોયાબીન અને પામોલીન જેવા સસ્તા ખાદ્ય તેલને મુખ્ય બેઝ તરીકે વાપરી, તેમાં 'સુર્યા ગોલ્ડ' જેવી વનસ્પતિનો ઉમેરો કરવામાં આવતો જેથી ઘી જેવું દાણાદાર ટેક્સચર લાવી શકાય. આ મિશ્રણને અસલી ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા માટે 'બીટા કેરોટીન' જેવા કેમિકલ કલરનો છૂટથી ઉપયોગ થતો હતો. આટલું જ નહીં, સામાન્ય ગ્રાહક સુગંધથી છેતરાઈ જાય તે માટે તેમાં તેજ રાસાયણિક એસેન્સ અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ ભેળવવામાં આવતા હતા, જે આ તેલ અને વનસ્પતિના મિશ્રણને આબેહૂબ અસલી ઘી જેવી સુગંધ આપતા હતા. આમ, માત્ર નફાની લાલચમાં માનવ શરીરને ગંભીર નુકસાન પહોંચાડે તેવા પદાર્થોનો ઉપયોગ કરી આ આખું કૌભાંડ આચરવામાં આવતું હતું.

Food and Drugs Department Raids, Fake Ghee in Vadgam, Gujarat First

જપ્ત કરાયેલ મુદ્દામાલ અને આંકડાકીય વિગત

તંત્ર દ્વારા આ દરોડામાં માત્ર ઘી જ નહીં, પરંતુ તે બનાવવાની સામગ્રીનો પણ મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

વિગતમાહિતી
કુલ જપ્ત જથ્થો1513 કિલોગ્રામ (આશરે)
મુદ્દામાલની કિંમતઅંદાજિત રૂ. 3,67,986/- થી વધુ
લેવાયેલા નમૂના08 (લેબોરેટરી તપાસ માટે)
બ્રાન્ડનું નામજૈનમ (ગાય અને ભેંસનું ઘી)

આ પેઢી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ આ નકલી જથ્થો સપ્લાય કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

આ પણ વાંચો : Surat: શુદ્ધ ઘી ખરીદતા પહેલા સાવધાન, નકલી ઘી બનાવવાનું ઝડપાયુ કારખાનું

Tags :
Advertisement

.

×