ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : વેકરી આશ્રમશાળાની ઘટના, કુલ 43 બાળકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ, 1 નું મોત

ઝાડા-ઉલ્ટી થયા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હતી. આથી, 40 જેટલા બાળકોને માંકડી CHC ખાતે દાખલ કરાયા છે.
06:10 PM Jul 14, 2025 IST | Vipul Sen
ઝાડા-ઉલ્ટી થયા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હતી. આથી, 40 જેટલા બાળકોને માંકડી CHC ખાતે દાખલ કરાયા છે.
Banaskantha_Gujarat_first
  1. બનાસકાંઠામાં આશ્રમશાળાનાં બાળકોને ફૂડ પોઈઝનિંગ (Banaskantha)
  2. વેકરી આશ્રમશાળાનાં 42 બાળકોને અસર, એકનું મોત
  3. ઝાડા-ઉલ્ટી થયા બાદ વિદ્યાર્થીઓની તબિયત લથડી
  4. 40 બાળકોને માંકડી CHC, 2 બાળકોને ખેડબ્રહ્મા દાખલ કરાયા
  5. રવિવારે રાત્રે 9 કેસ નોંધાયા, સોમવારે 33 કેસ નોંધાયા

Banaskantha : બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેકરી આશ્રમશાળાનાં (Vekri Ashramshala) 42 બાળકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) અસર થઈ છે. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હોવાની માહિતી પણ સામે આવી છે. ઝાડા-ઉલ્ટી થયા બાદ વિદ્યાર્થીઓની તબિયત અચાનક લથડી હતી. આથી, 40 જેટલા બાળકોને માંકડી CHC ખાતે દાખલ કરાયા છે. જ્યારે 2 બાળકોને ખેડબ્રહ્મા (Khedbrahma Hospital) ખસેડવામાં આવ્યા છે. રવિવારે રાત્રે 9 કેસ નોંધાયા, જ્યારે સોમવાર સુધીમાં 33 બીજા કેસ નોંધાયા છે. કુલ 43 બાળકો સાથે 3 શિક્ષકોની તબિયત પણ લથડી હોવાનું જાણવા મળ્યું છે. SDM, આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા છે.

આશ્રમશાળાનાં 42 બાળકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની (Danta) વેકરી આશ્રમશાળા વિવાદમાં સપડાઈ છે. કારણ કે આશ્રમશાળાનાં 42 બાળકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં રવિવારે રાતે 9 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે, સોમવાર સુધીમાં વધુ 33 બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તમામ બાળકોને માંકડી સીએચસી (Mankadi CHC) ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે 2 બાળકોને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ પણ વાંચો - Rain in Gujarat : મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! હવામાન વિભાગની આગાહી, અહીં એલર્ટ જાહેર

કુલ 43 બાળકો સાથે 3 શિક્ષકોની પણ તબિયત લથડી, 1 બાળકનું મોત

વેકરી આશ્રમશાળામાં કુલ 43 બાળકો સાથે 3 શિક્ષકોની પણ તબિયત લથડી હોવાની માહિતી છે. આ દરમિયાન, 1 બાળકનું મોત નીપજ્યું હોવાનાં સમાચાર છે. આ અંગે જ્યારે આશ્રમશાળાનાં (Vekri Ashramshala) આચાર્યને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, જે બાળકનું મોત થયું છે તે શાળાનો વિધાર્થી નથી. મૃતક યુવક પોતાના ભાઈને મળવા આવ્યો હતો અને મૃત યુવકને આ શાળામાં એડમિશન લેવાનું બાકી હતું. જ્યારે એક વિદ્યાર્થીના જણાવ્યા મુજબ, શનિવારે દાળ ઢોકળી બનાવી હતી. ત્યાર બાદ રવિવારે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.

આ પણ વાંચો - Jamnagar : શહેરના તમામ બ્રીજની સર્વેની કામગીરી હાથ ધરાઈ અને સમરકામના હૂકમ અપાયા

SDM, તાલુકા આરોગ્ય અધિકારી, મામલતદાર, TDO, પોલીસ હોસ્પિ. પહોંચ્યા

જણાવી દઈએ કે, આ આશ્રમશાળા દાંતા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. અહીં, કુલ 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ ઘટના બાદ માંકડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી SDM, તાલુકા આરોગ્ય અધિકારી, મામલતદાર, TDO, પોલીસ અધિકારી (Banaskantha Police) સહિતનો કાફલો પણ માંકડી પહોંચ્યો હતો. શાળાનાં તમામ બાળકો 48 કલાક સુધી શિક્ષકોની દેખરેખ હેઠળ રહેશે અને શાળા ખાતે આરોગ્ય વિભાગ પણ જરૂરી દવાઓ લઈ પહોંચ્યું હોવાની માહિતી છે. સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat ATS : અમદાવાદમાંથી ગન ગેંગ ઝડપાઈ, રૂપિયા 53.50 લાખમાં વેપન લાયસન્સ/હથિયારો ખરીદ્યાં

Tags :
BanaskanthaBanaskantha PoliceDantaDhoklafood poisoninggujaratfirst newsKhedbrahma HospitalMankadi CHC HospitalTop Gujarati NewsVekri Ashramshala
Next Article