Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં, Ahmedabad ની પ્રખ્યાત 'Barbeque World' હોટલને AMC એ કર્યું સીલ

અમદાવાદના સીજી રોડ પર આવેલી જાણીતી રેસ્ટોરન્ટ 'બાર્બેક્યુ વર્લ્ડ' માં ભોજન માણવા ગયેલા ગ્રાહકને એવી તો શું આઘાતજનક વસ્તુ મળી કે આખી હોટલ સીલ કરવી પડી? ભોજનમાં દેખાયેલી અશુદ્ધિએ AMC ના ફૂડ વિભાગને એક્શન મોડમાં લાવી દીધું છે.
ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં  ahmedabad ની પ્રખ્યાત  barbeque world  હોટલને amc એ કર્યું સીલ
Advertisement
  • Ahmedabad આરોગ્ય વિભાગ દ્વારા બાર્બેક્યુ વર્લ્ડ સીલ
  • ખોરાકમાંથી જીવાત નીકળતા ગ્રાહકે કરી હતી લેખિત ફરિયાદ
  • AMC ફૂડ વિભાગની ટીમે તપાસ બાદ હોટલને ફટકાર્યું સીલ
  • કિચનમાં જોવા મળી અસ્વચ્છતા અને ગુણવત્તામાં ગંભીર ક્ષતિ
  • ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા એકમો સામે લાલ આંખ
  • લેબોરેટરી તપાસ માટે ખોરાકના નમૂના લઈ કાર્યવાહી તેજ કરાઈ

અમદાવાદના (Ahmedabad) પોશ ગણાતા સીજી રોડ (CG Road) વિસ્તારમાં આવેલી જાણીતી હોટલ 'બાર્બેક્યુ વર્લ્ડ' (Barbeque World) અત્યારે વિવાદના ઘેરામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા આ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ (Sealed) કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ હોટલના પીરસવામાં આવતા ખોરાકમાંથી જીવાત (Insects) નીકળી હોવાની ગંભીર ફરિયાદ છે.

Ahmedabad_barbiq_gujarat_first

Advertisement

Ahmedabad: જીવાત મળી આવતા તંત્રને કરી જાણ

મળતી વિગતો અનુસાર, એક જાગૃત ગ્રાહકે હોટલમાં ભોજન દરમિયાન ખાદ્ય સામગ્રીમાંથી જીવાત મળી આવતા આ બાબતની જાણ તંત્રને કરી હતી. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈને AMC ની હેલ્થ અને ફૂડ વિભાગની (Health and Food Department) ટીમે તાત્કાલિક હોટલ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કિચનમાં સ્વચ્છતાનો અભાવ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. ગ્રાહકોના આરોગ્ય સાથે સીધા ચેડાં થતા હોવાનું જણાતા અધિકારીઓએ કોઈ પણ પ્રકારની ઢીલ મૂક્યા વગર હોટલને સીલ મારી દીધું છે.

Advertisement

Ahmedabad_barbiq_gujarat_first

ખોરાકના નમૂનાઓ પણ લેવામાં આવ્યા

AMC ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરની કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં હાઈજીન (Hygiene) અને ફૂડ સેફ્ટીના (Food Safety Standards) નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. 'બાર્બેક્યુ વર્લ્ડ' માંથી ખોરાકના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરી તપાસ (Laboratory Testing) માટે મોકલવામાં આવશે. આ રિપોર્ટ આવ્યા બાદ સંચાલકો સામે વધુ કડક દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે. ઉનાળાની શરૂઆતમાં જ્યારે ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ વધતી હોય છે, ત્યારે તંત્રની આ લાલ આંખે અન્ય હોટલ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાવી દીધો છે. ગ્રાહકોના હિતમાં લેવાયેલા આ પગલાંની શહેરભરમાં ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: GTVsRCB : RCB 155 રને સમેટાઇ, GT ની બોલિંગ સામે ટીમનું સરેન્ડર

Tags :
Advertisement

.

×