ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્ય સરકારે MLAની ગ્રાન્ટમાં કર્યો વધારો, બાયડના ધવલસિંહે નિર્ણય આવકાર્યો

આજે રાજ્ય સરકારે ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારાને મંજૂરી આપી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ CM Bhupendra Patel, નાણાં મંત્રી Kanu Desai સહિત PM Modiનો આભાર માન્યો છે.
04:36 PM Apr 09, 2025 IST | Hardik Prajapati
આજે રાજ્ય સરકારે ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારાને મંજૂરી આપી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ CM Bhupendra Patel, નાણાં મંત્રી Kanu Desai સહિત PM Modiનો આભાર માન્યો છે.
Bayad MLA, Dhavalsinh Jhala, Gujarat First,

Aravalli: આજે ગુજરાત સરકારે ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારાને મંજૂરી આપી છે. હવેથી ધારાસભ્યોને વિકાસકાર્યોની ગ્રાન્ટ માટે 1.50 કરોડ મળતા હતા તેના બદલે હવે 2.50 કરોડ મળશે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

MLA ધવલસિંહે માન્યો આભાર

રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વધાવી લીધો છે. ધવલસિંહે રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયને આવકારતા જણાવ્યું કે, મેં નાણાં મંત્રીને આ મુદ્દે વર્ષ 2023માં રજૂઆત કરી હતી. તેમણે અને મુખ્યમંત્રીએ મારી વિનંતીને ધ્યાને લઈને પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. હવેથી ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયા વધુ મળશે. હું આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભારી છું.

આ પણ વાંચોઃ  ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?

ધારાસભ્યોની ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો

રાજ્ય સરકારે ધારાસભ્યોના મતવિસ્તારમાં વિકાસકાર્યોની ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કર્યો છે. અગાઉ ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં વિકાસકાર્યો માટે 1.50 કરોડ મળતા હતા તેના બદલે હવે 2.50 કરોડ મળશે. મુખ્યમંત્રીએ દેશના વિકાસ માટે રાજ્યના વિકાસને વેગવંતો બનાવવા તથા વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતની પ્રસ્થાપિત ઓળખ વધુ ઉન્નત બને તે માટે રાજ્યના ધારાસભ્યોને મતવિસ્તારના વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં માતબર વધારો કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપે તેવો અભિગમ પણ આ ગ્રાન્ટ ફાળવણીમાં રાખ્યો છે.

આ પણ વાંચોઃ  State development : વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય

Tags :
2023 DemandBayad MLACatch the Rain CampaignChief Minister Bhupendra PatelConstituency DevelopmentDevelopment GrantDhavalsinh JhalaFinance Minister Kanu DesaiGujarat as Role ModelGujarat DevelopmentGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GovernmentMLA Grant AllocationPrime Minister Narendra ModiPro-people DecisionRainwater StorageRs 1 Crore IncreaseRs 2.50 Crore Grantstate governmentUnion Home Minister Amit Shah
Next Article