Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે 7 મો દિવસ, રૂ. 59.11 કરોડની સરકારી જમીન દબાણમુક્ત
- Bet Dwarka માં મેગા ડિમોલિશનનો આજે 7 મો દિવસ
- તંત્રે સાત દિવસમાં 398 જેટલા દબાણો દૂર કર્યાં
- કુલ 1,14,132 ચો. મી. જમીન પરનું દબાણ દૂર કરાયું
યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) સરકારી જમીનો પરના ગેરકાયેદસરનાં દબાણો દૂર કરવા માટે ચાલી રહેલી મેગા ડિમોલિશનની કાર્યવાહીનો આજે સાતમો દિવસ છે. છેલ્લા 7 દિવસ દરમિયાન તંત્ર દ્વારા 398 જેટલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે અને રૂ. 59.11 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. 1 હજારથી વધુ પોલીસ અને એસ.આર.પી જવાન કાર્યવાહી દરમિયાન ખડેપગે રહ્યા છે.
આ પણ વાંચો - Surat : કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી, 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન
તંત્રે સાત દિવસમાં 398 જેટલા દબાણો દૂર કર્યા
બેટ દ્વારકામાં (Bet Dwarka) સરકારી જમીનો પરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી (Mega Demolition Operation) હાથ ધરાઈ છે, જેનો આજે 7 મો દિવસ છે. છેલ્લા 7 દિવસ દરમિયાન કુલ 398 જેટલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. જણાવી દઈએ કે, ગઈકાલ સુધીમાં કુલ 336 જટેલા ગેરકાયદેસરનાં દબાણો દૂર કરાયા હતા, જેમાં 315 મકાન, 12 ધાર્મિક દબાણ અને 9 જેટલા વાણિજય દબાણ તોડી પડાયા હતા. તંત્ર દ્વારા કુલ 1,14,132 ચો. મી. ક્ષેત્રફળ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
Dwarka Mega Demolition: દિવસ વિત્યા સાત, 398 થઈ ગયા સાફ@SP_Dwarka #Gujarat #Dwarka #Demolition #Bulldozer #MegaDemolition #BigBreaking #GujaratFirst pic.twitter.com/wQJzWonldX
— Gujarat First (@GujaratFirst) January 17, 2025
આ પણ વાંચો - હવે એકમ કસોટી મુદ્દે વિરોધનો વંટોળ! આવતીકાલે GCERT નાં પૂર્વ નિયામક સહિત શિક્ષક મંડળો આંદોલન પર!
રૂ. 59.11 કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું
માહિતી અનુસાર, તંત્ર દ્વારા રૂ. 59.11 કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે. જણાવી દઈએ કે, મેગા ડિમોલિશનની કામગીરી (Mega Demolition Operation) દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાનાં ભાગરૂપે 1 હજારથી વધુ પોલીસ અને SRP જવાન ખડેપગે રહ્યા છે. સાથે જ મેગા ડિમોલિશનમાં ડ્રોનની મદદથી પણ સમગ્ર એરિયામાં બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો - નર્મદાનાં નીર કચ્છનાં છેવાડાનાં ગામડાઓ સુધી પહોંચશે, NABARD એ મંજૂર કર્યા રૂ. 2006 કરોડ