Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંધારામાં રખડતા ઢોરથી સાચવજો, વીડિયો રૂંવાટા કરી દેશે ઉભા

રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તા પર ચાલતા લોકો રખડતા ઢોરના કારણે ભયમાં જોવા મળે છે. ત્યારે હવે તો પરિસ્થિતિ એવી બની છે કે, રસ્તા પર વાહન ચાલકો પણ સુરક્ષિત રહ્યા નથી. તાજેતરમાં વલસાડથી એક વીડિયો સામે...
અંધારામાં રખડતા ઢોરથી સાચવજો  વીડિયો રૂંવાટા કરી દેશે ઉભા
Advertisement

રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. રસ્તા પર ચાલતા લોકો રખડતા ઢોરના કારણે ભયમાં જોવા મળે છે. ત્યારે હવે તો પરિસ્થિતિ એવી બની છે કે, રસ્તા પર વાહન ચાલકો પણ સુરક્ષિત રહ્યા નથી. તાજેતરમાં વલસાડથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રસ્તાની વચ્ચે રાત્રિના સમયે ઢોરોનું ટોળું બેસ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, તે સમયે ત્યાથી એક બાઈક સવાર નીકળે છે અને તે આ ટોળાને અંધારુ હોવાના કારણે જોઇ શકતો નથી અને અથડાઈ જાય છે. આ અકસ્માતમાં વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ જાય છે.

અંધારામાં રખડતા ઢોરથી સાચવજો

Advertisement

વલસાડમાં રખડતા ઢોરને કારણે ગંભીર અકસ્માત જોવા મળ્યો છે. અહીં રસ્તા વચ્ચે બેસેલા ઢોરના કારણે વાહન ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી અનુસાર, આ વલસાડના ધરમપુરની ઘટના છે. જ્યા રાતના અંધકારમાં રોડની વચ્ચે ઢોર બેઠા હતા. વીડિયો મુજબ શરૂઆતમાં એક દમ શાંત વાતાવરણ જોવા મળે છે પણ થોડી જ ક્ષણોમાં બાઈક સવાર યુવકો આવે છે અને તેમને આ ઢોર અંધકારના કારણે દેખાતા નથી અને અચાનક અકસ્માત સર્જાઈ જાય છે. આ કેટલો ગંભીર અકસ્માત છે તે તમે વીડિયો જોઇને જ સમજી જશો. સેકન્ડમાં જ બાઈક સવાર યુવકો આ ઢોરની સાથે અથડાતા હવામાં ફંગોળાઈ જાય છે. સુત્રોની માનીએ તો યુવકોને ગંભીર ઈજા થઇ હોવાના કારણે તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

Advertisement

આ પણ વાંચો - બાળકી પર રખડતા ઢોરના અચાનક હુમલાને જોઇ તમારા આંખમાંથી પણ આવી જશે આંસુ, Video

આ પણ વાંચો - ભારતમાં રખડતા શ્વાનનો આતંક, દરરોજ 3થી 4 લોકોના થાય છે મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×